અંકલેશ્વર જીઆઇડીસી માં ચાણક્ય વિદ્યાલય ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

Date:

Share

ભરૂચ જિલ્લાની 121 શાળા ની 198 વિવિધ કૃતિઓ રજુ કરી

અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ ચાણક્ય વિદ્યાલય ખાતે સંકુલ કક્ષા ના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન માં .માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ની 121 સ્કૂલો ના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ એ ભાગ લઇ 198 કૃતિઓ પ્રદર્શન માં રજુ કરી હતી .

જી સી ઇ આર ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી અને ચાણક્ય વિદ્યાલય ના સંયુક્ત ઉપક્રમે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન નો દીપપ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ માં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા અને ગણિતિક સુષુપ્ત શક્તિઓ અને સર્જનશીલતા ને પ્રોત્સાહિત કરવા તેમજ વૈજ્ઞાનિક અભિગમ, આત્મવિશ્વાસ તથા કૌશલ્યોનો વિકાસ કરવા તેમજ વિદ્યાર્થી ઓ ની અભિરુચિ વિજ્ઞાન તરફ જાગૃત બને,અને તેઓ નવા સંશોધન ને સમજે અને વૈજ્ઞાનિક બનવાની વૃત્તિ બાળવિજ્ઞાનીમા જાગૃત થાય તે હેતુસર પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું આ સંકુલ કક્ષા ના પ્રદર્શન માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ની 121 સ્કૂલો ના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને 198 વિવિધ કક્ષાની કૃતિઓ રજુ કરી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગના એજયુકેશન ઇન્સ્પેકટર દિવ્યેશ પરમાર , નાયબ મામલતદાર શૈલેષ નિઝામા ચાણક્ય વિદ્યાલય ના ચેરમેન મહેશ પટેલ સહીત ના અધિકારીઓ અને શિક્ષકો સહીત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!