અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તારમાં લાખોની કિંમતના શરાબ નો જથ્થો ભરેલ કાર સાથે ત્રણ ઝડપાયા

Date:

Share

31 ડિસેમ્બરની ઉજવણી માટે લવાયેલ શરાબ ના જથ્થો ભરેલ ફોર વ્હીલ કાર ને ભરૂચ ક્રાઇક બ્રાંચે અંકલેશ્વર વાલિયા ચોકડી પરથી ઝડપી પાડી

31 ડિસેમ્બરની ઉજવણી માટે લવાયેલ શરાબ ના જથ્થો ભરેલ ફોર વ્હીલ કાર ને ભરૂચ ક્રાઇક બ્રાંચે અંકલેશ્વર વાલિયા ચોકડી પરથી ઝડપી પાડી

31 ડિસેમ્બર એટલે વર્ષ ના અંત ને વિદાય અને કેલેન્ડર માંનવા વર્ષ ને આવકારવા શરાબ સબાબ ના સોખીંગો થનગની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે,ભરૂચ જિલ્લામાં પણ દારૂની રેલમછેલ થાય પહેલા જ પોલીસ વિભાગ એક્શન માં જોવા મળી રહ્યું છે,જેમાં છેલ્લા 24 કલાક માં જ લાખોની કિંમત નો ભારતીય બનાવટ નો વિદેશી શરાબનો જથ્થો પોલીસ વિભાગે ઝડપી પાડી બુટલેગરો ના નાપાક મનસૂબા પર પાણી ફેરવ્યુ છે.

ભરૂચ ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓ અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે સુરત તરફ થી આવેલ સફેદ કલર ની ક્રિયા કાર ને શંકા ના આધારે રોકી તેમાં તલાશી લેતા ભારતીય બનાવટ નો વિદેશી શરાબ નો જથ્થો મળી આવ્યો હતો,ક્રાઇમ બ્રાંચે મામલે અલગ અલગ બ્રાન્ડ ની શરાબ ની કુલ ૧૨૩ નંગ બોટલો કબ્જે કરી છે.

પકડાયેલ આરોપ

(૧) સુરેશભાઈ મનસુખભાઇ દવે રહે,રિધ્ધિ સિધ્ધિ એપાર્ટમેન્ટ અંકલેશ્વર

(૨) નીતિનભાઈ કિશનભાઇ કુરિલ રહે,જલધારા ચોકડી અંકલેશ્વર

(૩) વિષ્ણુ ભાઈ ભિલારે રહે,જીઆઇડીસી અંકલેશ્વર નાઓને ઝડપી પાડી કુલ ૧૧,૦૬,૭૩૦ નો મુદ્દામાલ કબ્જે કરી મામલે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

કામગીરી કરનાર ટીમ

પો.સ.ઈ જે.એન.ભરવાડ, હે.કો જયરાજભાઇ ભરતભાઈ, હે.કો ધંજયસિંહ વિક્રમસિંહ, પો.કો મેહુલભાઇ જશવંતભાઈ, પો.કો મનહરસિંહ નટુજી એલ.સી.બી ભરૂચ નાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!