ભરૂચ-પાનોલી પોલીસે લૂંટને અંજામ આપનાર ત્રણ ઇસમોની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Date:

Share

મોબાઈલ અને બાઇક લૂંટ ના ગુન્હામાં ત્રણ આરોપીઓને પાનોલી પોલીસે ઝડપી પાડયા

મોબાઈલ અને બાઇક લૂંટ ના ગુન્હામાં ત્રણ આરોપીઓને પાનોલી પોલીસે ઝડપી પાડયા

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પાનોલી વિસ્તારમાં આવેલ સકાટા ચોકડી લાસે મોબાઈલ અને મોટરસાઇકલ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો,ડીઓ બાઇક લઇ પસાર થઇ રહેલ મંજુબેન પરમાર ને વચ્ચે જ આંતરી લઇ તેઓ પાસેથી મોબાઇલ ફોન અને બાઇક લઇ ત્રણ ઈસમો ભાગી રહ્યા હતા દરમિયાન મંજુબેને અન્ય મોટરસાયકલ ની મદદથી તમામ આરોપીઓનો પીછો કર્યો હતો,જર બાદ તેઓએ આરોપીઓ ની બાઇક ને ટક્કર મારતા તમામ ઈસમો નીચે પટકાયા હતા,

જે બાદ તમામ ઇસમોને પકડવાના પ્રયાસ કરવામાં આવતા તેઓએ મંજુબેન સાથે ઝપાઝપી કરી તેઓને ચપ્પુ બતાડી ઢીકાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી મોટરસાયકલ અને મોબાઈલ લઇ ફરાર થયા હતા,જે અંગેની ફરિયાદ પાનોલી પોલીસ મથકે નોંધાતા પોલીસે ગણતરી ના કલાકોમાં જ લૂંટ ને અંજામ આપ નારા તણેવ લૂંટારુઓ ને ઝડપી પાડયા હતા,

પાનોલી પોલીસે મામલે (૧) રાહુલ કુમાર ઉર્ફે કાલુ જીતેન્દ્ર ભાઈ વસાવા રહે કોસંબા,સુરત (૨) કિશન કુમાર ભરતસિંહ ચૌહાણ રહે,કોસંબા,જી સુરત તેમજ મિતેશકુમાર ઉર્ફે બીજલી વસાવા નાઓની ધરપકડ કરી તમામ પાસેથી મોટરસાયકલ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!