કોરોના વાયરસવાળા મૃતદેહોથી ‘ઝોમ્બી ઈન્ફેક્શન’નું જોખમ, વૈજ્ઞાનિકોએ આપી ભયાનક ચેતવણી

Date:

Share

કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના મૃતદેહોને સંભાળે છે, તેઓને આ બીમારીનું સંક્રમણ લાગવાનું સૌથી વધુ જોખમ હોય છે. આમાં પેથોલોજિસ્ટ, તબીબી પરીક્ષકો અને આરોગ્ય સંભાળ કાર્યકરો અથવા હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ જેવી સંસ્થાઓમાં કામ કરતા કોઈપણનો સમાવેશ થાય છે

વિશ્વમાં કોરોના વાયરસના કેસ ફરી ઝડપથી વધી રહ્યા છે. ચીન અને જાપાનમાં દરરોજ હજારો નવા કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન, વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે લોકો કોરોના વાયરસના કારણે ઝોમ્બી ઈન્ફેક્શનનો શિકાર બની શકે છે. ઝોમ્બી ઈન્ફેક્શન એ એક એવો શબ્દ છે જેમાં કોઈ બીમારીના સંપર્કમાં તંદુરસ્ત વ્યક્તિ સંક્રમિત થઈ જાય છે. તે પછી સ્વસ્થ વ્યક્તિ અન્ય લોકોને સંક્રમિત કરે છે. કોરોના વાયરસનું સંક્રમણ પણ આ રીતે ફેલાય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસ દર્દીઓમાં તેમના મૃત્યુ પછી પણ સક્રિય રહી શકે છે અને અન્ય લોકોમાં પણ ફેલાઈ શકે છે.

મૃતદેહોના સંપર્કમાં આવતા લોકો માટે જોખમ

આ અભ્યાસ મુજબ, જે લોકો કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના મૃતદેહોને સંભાળે છે, તેઓને આ બીમારીનું સંક્રમણ લાગવાનું સૌથી વધુ જોખમ હોય છે. આમાં પેથોલોજિસ્ટ, તબીબી પરીક્ષકો અને આરોગ્ય સંભાળ કાર્યકરો અથવા હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ જેવી સંસ્થાઓમાં કામ કરતા કોઈપણનો સમાવેશ થાય છે. જો કે, આ સંક્રમણ ફેલાવવાનું મુખ્ય કારણ ન બની શકે. આમ છતાં આરોગ્ય નિષ્ણાતો કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના શોકગ્રસ્ત પરિવારના સભ્યોને સાવચેત રહેવાની ચેતવણી આપી રહ્યા છે.

જાપાનની ચિબા યુનિવર્સિટીના સંશોધક હિસાકો સૈટોહે જણાવ્યું હતું કે કેટલાક દેશોમાં કોવિડ-19થી મૃત્યુ પામેલા લોકોને લાવારિસ છોડી દેવામાં આવી રહ્યા છે અથવા તેમના મૃતદેહોને ઘરે પરત લઈ જવામાં આવી રહ્યા છે. આ બંને ખતરનાક પદ્ધતિઓ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, મને લાગે છે કે તેમને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે મૃત વ્યક્તિના શરીરમાંથી કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ જીવિત સંક્રમિત વ્યક્તિ જેટલું જ છે.

જાપાનમાં નિયમોમાં છૂટછાટને કારણે કોરોના ફેલાયો

જુલાઈ 2020 માં, જાપાન સરકારે શોકગ્રસ્ત પરિવારના સભ્યોને વિનંતી કરી કે મૃતદેહોથી દૂર રહે, તેમને સ્પર્શ કરવાથી દૂર રહે. જો શક્ય હોય તો, તેમને જોવાનું પણ ટાળે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને નોન ટ્રાન્સ્પરેબલ બેગમાં સીલ કરીને 24 કલાકની અંદર શક્ય તેટલી વહેલી તકે અંતિમ સંસ્કાર કરવા પણ સૂચવવામાં આવ્યું હતું. મે 2022 માં, આ નિયંત્રણો ઘટાડવામાં આવ્યા હતા અને નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. આમાં, કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના સંબંધીઓ સંક્રમણ નિયંત્રિત હોસ્પિટલના એક રૂમમાં મૃતદેહ જોઈ શકતા હતા.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!