ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નેશનલ હાઈવે નંબર.48 પર આવેલી હિલ્ટન હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલી ટ્રક ઝડપી પાડી હતી

Date:

Share

ભરૂચ જિલ્લા એસપી ડૉ.લીના પાટીલે જિલ્લામાં ચાલતી દારૂ અને જુગારની પ્રવૃતિઓ ડામી દેવા દરેક પોલીસ મથકના અધિકારીઓને આદેશ આપ્યા હતાં. જે આધારે ભરૂચ LCB પીઆઈ ઉત્સવ બારોટે તેમની ટીમને જિલ્લામાં કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે નં-48 ઉપર આવેલી હિલ્ટન હોટલના કંમ્પાઉન્ડના પાર્કિંગ પડેલા ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે.

LCBની ટીમે મળેલી માહિતીના આધારે કરેલી સ્થળ તપાસમાં ટ્રક મળી આવતાં તેને ખોલી તપાસ કરતા પ્રથમ દ્રષ્ટિએ ટ્રક ખાલી લાગતા પોલીસ મૂંઝવણમાં મુકાઈ હતી.પરંતુ પોલીસે ઝીણવટ ભરી રીતે તપાસ કરતા ટ્રકમાં અંદરના ભાગે ચોરખાનું બનાવ્યું હોવાનું ખબર પડતાં પોલીસે તેને ખોલતા અંદર સંતાડી રાખેલો દારૂનો જથ્થો જોઈને ચોંકી ઉઠી હતી.

પોલીસે ટ્રકના ચોરખાનામાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો નંગ-5088 કિંમત રૂ.20,35,200 નો ઝડપી પાડ્યો હતો. જ્યારે ટ્રકની કિંમત રૂ.10 લાખ, એક મોબાઈલ કિંમત 5000 અને રોકડા રૂ.2000 મળીને કુલ રૂ.30,42,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે એક ઈસમ નામે રાણારામ પબુરામ ગોદારાને સ્થળ પરથી ઝડપી પાડીને હરિયાણાના મહેશ ખુમાર નામના વયક્તિ રહે અંબાલાને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!