અંદાડા ગામમાં વિદેશી દારૂની બોટલ સાથે એક મહિલાને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી

Date:

Share

અંકલેશ્વરના અંદાડા ગામથી ઈંગ્લીશ દારૂની 86 બોટલ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ જવા પામી હતી. પોલીસે તેની પાસેથી વિવિધ બ્રાન્ડની દારૂની 180 એમ.એલની 86 બોટલ જપ્ત કરી રૂ. 8,600 દારૂનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમના પોલીસ જવાનો પીઆઈ વી.યુ.ગદરિયાની સૂચનાઓ મુજબ તેમના વિસ્તાર ગડખોલ-અંદાડામાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, અંદાડા ગામના મોટા ફળીયામાં મહિલા બુટલેગર દ્વારા આગામી 31 ડિસેમ્બરને ધ્યાને રાખી ઈંગ્લીશ દારૂ સંગ્રહ કરી વેચાણ કરાઈ રહ્યું છે. જે માહિતી આધારે પોલીસે મોટા ફળીયામાં દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગર જ્યોતિ ઉપેન્દ્ર પટેલના ધરે દરોડા પાડ્યા હતા.

જે દરોડામાં પોલીસને વિદેશી દારૂનો જથ્થો મળી આવતા મહિલા બુટલેગરની અટકાયત કરી હતી. પોલીસે તેની પાસેથી વિવિધ બ્રાન્ડની દારૂની 180 એમ.એલની 86 બોટલ જેની કિંમત રૂ.8,600 દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!