અંકલેશ્વરમાં લોટરીના રવાડે ચઢેલા યુવાન નોબલ માર્કેટ પાસે ઝાડીમાં ફાંસો ખાઇ જીવ ટુંકાવી લીધો

Date:

Share

અંકલેશ્વરમાં યુવાન લોટરી ના રવાડે ચઢી જતાં દેવામાં ડુબી ગયો હતો. દેવામાં ડુબેલાં શ્રમિક યુવાને આખરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. મુળ એમપીનો રહેવાસી યુવાન ઘરેથી જંબુસર મજૂરી કરવા જવાનું કહી નીકળ્યો હતો.

અંકલેશ્વર માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ નોબલ માર્કેટમાં મઝહર ભાઈ ના વજન કાંટા સામે બાવળ ની ઝાડી આવેલ છે. જ્યાં અજાણ્યા યુવકે બાવળનાઝાડ પર નાયલોનનો દોરી વડે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો જે અંગે વાત વાયુવેગે ફેલાતા આજુબાજુ ના લોકો દોડી આવ્યા હતા અને આ અંગે અંકલેશ્વર પોલીસ ને જાણ કરતા જીઆઇડીસી પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને પ્રાથમિક મૃતદહે ને નીચે ઉતારી આજુબાજુ ના વિસ્તાર માં લોકો ગુમ થયા હોય તેની વિગતો મેળવવા ની શરૂઆત કરી હતી

આ દરમિયાન મૃતક ઈસમ ના દાદા ને આ અંગે જાણ થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતદેહને જોઈ આ મૃતક ઈસમ તેમનો દોહિત્ર હોવાનું સામે આવ્યું હતું મૂળ એમ.પી ના નાગદા ઉજ્જૈન ના 28 વર્ષીય યુવાન નિલેશ માલદા અંકલેશ્વર માં છૂટક મજૂરી કરતો હતો અને તાપી લોજ પાછળ પરિવાર જોડે રહેતો હતો. ઘટના અંગે દાદાએ જણાવ્યું હતું કે નિલેશ માલદા લોટરી પર રૂપિયા લગાવતો હતો જેમાં દેવું થઇ ગયું હતું જેને લઇ તેને આપઘાત કર્યો હોઈ શકે છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

भारत में बनी इन 5 whisky की दिवानी है दुनिया

Amrut Distilleries: बेंगलुरु में निर्मित, अमृत डिस्टिलरीज (सिंगल माल्ट...

ઝોલા છાપ ડોક્ટરનું નવું એક કારસ્તાન!

ઝોલા છાપ ડોક્ટરનું નવું એક કારસ્તાન!   તાવમાં સપડાયેલી આઠ મહિનાની...
error: Content is protected !!