ભરૂચ બી ડિવિઝન પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા

Date:

Share

ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ માફિયાઓને ફાવટ આવી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી ભરૂચ જિલ્લામાંથી નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપાઇ રહ્યો છે. તાજેતરમાં જ પાનોલી ખાતેથી ડ્રગ્સ બનાવતી કંપની ઝડપાઇ હતી અને ત્યારબાદ સમયાંતરે ડ્રગ્સ કેરિયરો ઝડપાતા રહ્યા છે.

 

યુવાધનને ખોખલું કરવા માટે અને નશાની લત લગાડવા માટે કેટલાક ઈસમો સક્રિય થયા છે. જેઓને ડામવા પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. ભરૂચ બી ડિવિઝન પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા છે. મળતી વિગતો અનુસાર દેરોલના રહેવાસી ઈલિયાસઅલી હુસેન મલેક અને શેરપુરાના સહેજાદ દાઉદ રાજે મુંબઈના તારીક નામના ડ્રગ્સ કેરિયર પાસેથી કામરેજ નજીકથી ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો. ત્યારબાદ આ જથ્થો લઇ બાવા રેહાન દરગાહ પાસે ભરૂચના સલાઉદ્દીન અહમદ ઈશા પટેલને આપવા આવ્યા હતા.

 

આ અંગેની બાતમી અગાઉથી જ ભરૂચ બી ડિવિઝન પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ સ્વિફ્ટ ગાડી નં GJ-06. PJ-3214 આવતા પોલીસે તેને કોર્ડન કરી હતી અને ગાડીમાં તપાસ કરતા તેમાંથી 16.410 ગ્રામનો મેફેડ્રોન ડ્રગ્સ કુલ રૂ. 1.64 લાખથી વધુની કિંમતનો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 6 મોબાઈલ ફોન, મોટર સાયકલ, સ્વિફટ ગાડી સહીત રોકડ રૂ. 86 હજાર મળી કુલ રૂ. 10.15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ત્રણેય ઈસમો અગાઉ પણ ડ્રગ્સનો જથ્થો લાવ્યા છે કે કેમ અને અહીં આ જથ્થો ક્યાં વેચવાનો હતો ઉપરાંત મુંબઈના કેરિયર તારિક સાથેના જોડાણ અંગેના તાર ચકાસી રહી છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!