અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ મીરા નગર ખાતે લલિત સોની અમરદીપ કોમ્લેક્ષમાં રૂપમ જવેલર્સ ની દુકાન ધરાવે છે. તસ્કરોએ બાજુમાં આવેલ દુકાનમાંથી બાકોરું પાડી તેમની દુકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો દુકાનમાં રાખેલી 10 હજાર રૂપિયાની કિમંતની ચાંદીની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. તસ્કરોએ લોખંડની તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળતા મળી ન હતી. જવેલર્સને ઘટનાની જાણ થતાં જીઆઇડીસી પોલીસને જાણ કરાય હતી.
પોલીસે સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ આ વિસ્તારમાં પોલીસે સઘન કોમ્બિ઼ંગ કર્યું હતું. શહેરમાં અગાઉ મુથુટ ફાયનાન્સ અને જીઆઇડીસીના સરદાર કોમ્પલેકસમાં બાજુની દુકાનમાંથી બકોરૂ પાડી ચોરી કરવાની ઘટનાઓ બની ચુકી છે. પોલીસ કાફલાએ સ્થળ પર પહોચી વધુ તપાસ હાથ ધરી તસ્કરોનું પગેરુ મેળવવા કવાયત હાથધરી છે.
રૂપમ જલવેર્સ બાજુમાં દાંતનું દવાખાનું આવવા નું હોવાની દુકાનમાં રિનોએશન ચાલી રહ્યું હતું. જેમાં મજૂરોનું આવાગમન હતું. ત્યારે આ જ દુકાનમાં ચોક્કસ માર્ક કરી બાકોરું પાડવામાં આવ્યું હતું. જેથી ચોરીની આ ઘટનામાં શ્રમિકોની સંડોવણી હોવાની શકયતા નકારી શકાય તેમ નથી.