ભરૂચ નર્મદા નદીમાં મોત ની છલાંગ લગાવાનો સિલસિલો યથાવત…પતિ અને અઢી વર્ષની દીકરીની સામે પત્નીએ લગાવી મોતની છલાંગ

Date:

Share

ભરૂચના કેબલબ્રિજ અને ગોલ્ડનબ્રિજ ઉપરથી ગણતરીના કલાકોમાં જ મોતની બે છલાંગની ઘટનાઓ સામે આવી છે. ગોલ્ડન બ્રિજ ઉપરથી દીકરી અને પતિની સામે જ પત્નીએ મોતની છલાંગ લગાવી દીધી હતી. તેમજ ગ્રોલ્ડનબ્રિજ ઉપર બાઈક સવાર યુવાને પડતું મુકી દીધું હતું. જેથી ફાયરની ટીમે બન્નેની શોધખોળ હાથ ધરી છે.

શહેરના જે.બી. મોદી પાર્ક નજીકમાં રહેતા મૂળ UP ના યશવંત યાદવ શનિવારે ફર્સ્ટશિપમાં દહેજની ઇન્ડોફિલ કંપનીમાં નોકરીએ ગયા હતા. જ્યાંથી પરત આવતા પત્ની સોનાલીએ ફરવા લઈ જવાની જીદ પકડી હતી. જેથી પતિએ હું જમી લવ પછી જઈએ કહ્યું હતું. જોકે, પત્નીએ મારે અત્યારે જ જવું છે કહેતા, પતિ પોતાની અઢી વર્ષની દીકરી અને પત્નીને લઈ બાઇક ઉપર આટો મારવા નીકળી પડ્યા હતા. પેહલા પત્નીએ નર્મદા મૈયા બ્રિજ ઉપર લઈ જવા કહેતા ત્યાં પોહચતા પત્ની સોનાલીએ ગોલ્ડનબ્રિજ ઉપર જઈએ તેમ કહ્યું હતું. પતિ બાઇક પર દીકરી અને પત્નીને બેસાડી ગોલ્ડનબ્રિજ ઉપર પોહચ્યો હતો. જ્યાં બાઇક મૂકી પતિએ દીકરીને તેડી જ હતી ત્યાં પત્ની બ્રિજમાં દોડવા લાગી હતી અને ગોલ્ડનબ્રિજના ગાળામાંથી નીચે નદીમાં કૂદી પડી હતી. હાથમાં દીકરી હોવાથી પત્નીને પતિ પકડી શક્યો ન હતો. માત્ર સ્વેટરનો સ્પર્શ થવા સાથે પત્ની નદીમાં પડી હતી.

આ ઘટનાની જાણ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના શૈલેષભાઈ નાઈને કરાતા તેઓએ તરત ફાયર બ્રિગેડ, સ્થાનિક નાવડીઓવાળા અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી ગોલ્ડનબ્રિજ ખાતે દોડી ગયા હતા. બ્રિજ ઉપર પોલીસ, ફાયરની ટીમ સાથે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી સોનાલી યાદવનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પતિ યશવંતે સોનાલી કોઈ ટેન્શનમાં હોવાનું પોલીસ સમક્ષ કહ્યું હતું

બીજી તરફ બપોરે જ કેબલબ્રિજ ઉપરથી એક સ્થાનિક યુવાન બાઇક લઈને આવી બ્રિજના ખાચામાં મુકી નદીમાં કૂદી પડ્યો હોવાની ઘટના બની હતી. ફાયરની ટીમે યુવાન અને પરિણીતા બન્નેની નદીમાં શોધખોળ હાથ ધરી છે. જોકે બન્નેએ ક્યાં કારણોસર નદીમાં પડતું મૂકી આપઘાત કર્યો તેનું કારણ હજી બહાર આવી શક્યું નથી.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!