અંકલેશ્વર શહેર ગંજાનંદ સોસાયટી ખાતે આંક ફરકના આંકડાનો જુગાર રમાડતી મહીલા સહીત ૩ ઇસમોને કુલ રૂ.૪૩,૫૦૦/- ના મદ્દુામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી

Date:

Share

અંકલેશ્વરના શહેર ડિવિઝનમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન માહિતી મળી હતી કે, અંકલેશ્વરના તાડ ફળિયામાં રહેતા હંસા જયંતીભાઈ દવે કેટલાક માણસોને બોરભાઠા ગામમાં સટ્ટા બેટિંગ અને ફરક આંખનો જુગાર રમાડે છે અને તેના રૂપિયા અને ચીઠ્ઠી ગજાનંદ સોસાયટીમાં રહેતાં ગાયત્રી અર્જુન વસાવાને ત્યાં મોકલે છે. જે સ્થળ ઉપર મકાનના વાડામાં કેટલાક ઈસમો ભેગા થયેલા છે. આ બાતમીના આધારે LCBની ટીમે બે પંચોને સાથે રાખી માહિતી વાળા સ્થળ ઉપર રેઇડ કરતા સટ્ટા બેટિંગ લખાવ નારામાં દોડ ધામ મચી ગઇ હતી.

 

પોલીસે સ્થળ પરથી જીતુ ઉર્ફે દાળભાત રાજુભાઇ વસાવા, ચિરાગ ફુલજી વેચાણભાઈ વસાવા અને ગાયત્રી અર્જુન વસાવાને ઝડપી પાડ્યા હતા. જ્યારે હંસા જયંતીભાઈ દવે, રાધા વસાવા અને એક મોબાઈલ નંબરના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે પકડાયેલા ઈસમો પાસેથી કુલ રોકડા રૂ. 10,300, એક કેલ્ક્યુલેટર રૂ.200, બે મોબાઈલ નંગ જેની કિંમત રૂ. 33,000 મળીને કુલ રૂ. 43,500નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!