દમણમાં સ્પાની આડમાં ચાલતી દેહ વેપારની પ્રવૃત્તિનો દમણ પોલીસે પર્દાફાશ કરી એક ઇસમને ઝડપી પાડ્યો

Date:

Share

પર્યટક સ્થળ ગણાતા સંઘ પ્રદેશ દમણમાં સ્પાની આડમાં દેહ વેપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની દમણ પોલીસની ટીમને બાતમી મળી હતી. જે આધારે એક સ્પા ઉપર રેડ કરી રૂપ લાલનાઓ અને સ્પામાં લલનાઓ પાસે દેહ વેપાર કરાવતા સ્પા ના મેનેજરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

દમણ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે દમણના ACE મોલમાં આવેલા PARAMONOS DRY SPAની આડમાં મહિલાઓ પાસે દેહ વેપારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી દમણ પોલીસની ટીમને મળી હતી. બાતમીના આધારે દમણ પોલીસની ટીમે સ્પામાં ડમી ગ્રાહક મોકલાવી ચેક કરતા મહિલાઓ પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હોવાનું જણાઈ આવ્યું હતું.

 

જે બાદ તાત્કાલિક રેડ કરી 4 રૂપ લલનાઓને દમણ પોલીસે દેહ વેપારના કરતા ઉગારી લીધી હતી. સાથે સ્પા માં મેનેજર તરીકે નોકરી કરતા નાની દમણ ખાતે રહેતો 23 વર્ષીય, સાદીક રફીક ખાનની ધરપકડ કરવામાં આવી હતો. દમણ પોલીસે આરોપીની ધરપકડ કરી દેહ વેપાર કરતી મહિલાઓનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દમણમાં આવા સ્પા ના નામે અન્ય સ્થળોએ જ દેહ વ્યાપારની પ્રવૃત્તિ ધમધમતી હોય તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!