ભરૂચની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના ઉછાલી ગામની સીમમાં ભાડે રાખીને ફાર્મ હાઉસમાં ડોમેસ્ટિક ગેસની બોટલોમાંથી ગેસ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો

Date:

Share

ભરૂચની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના ઉછાલી ગામની સીમમાં ભાડે રાખીને ફાર્મ હાઉસમાં ડોમેસ્ટિક ગેસની બોટલોમાંથી ગેસ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કુલ રૂ.7,17,287 નો મુદ્દામાલ કબ્જે કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લા એસપી ડૉ.લીના પાટીલે સૂચનાના આધારે ભરૂચ LCB પીએસઆઈ એમ.એમ.રાઠોડની ટીમને માહિતી મળી હતી કે, ઉછાલી ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસની એક ઓરડીમાં ગેસના બોટલો ભરેલા છે અને ટેમ્પાના ડ્રાઇવર તથા હેલ્પર કંઇક શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેથી પોલીસે રેઇડ પાડીને જોતા ત્યાં ઘરેલું ગેસના બોટલમાંથી ગેસ કાઢીને ડોમેસ્ટિક બોટલમાં ગેસ ભરીને ચોરી કરતા હતા. પોલીસે સ્થળ પરથી હેતરામ ઉર્ફે હિતેષ ભગવાન રામ ભાદુ ,સુનિલ હડમાનારામ બિશ્નોઇ અને હસમુખ મનજીભાઇ પટેલ ઉછાલીને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જ્યારે એક આરોપી રતીલાલ બગડુરામ ગોદારાને વૉન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસે સ્થળ પરથી ઇનડેન ગેસ કંપનીના ઘરેલુ વપરાશના ગેસના મોટી સીલબંધ બોટલ નંગ 71 તથા તથા નાની બોટલ નંગ 4 કુલ કોમર્શીયલ વપરાશના ગેસના ભરેલા તથા ખાલી બોટલ નંગ 3 બોટલ 82 મળીને કુલ રૂ.2,05,883,બુલેરો પીકઅપ ટેમ્પો કિં.રૂ.5 લાખ, મોબાઈલ નંગ 2 રૂ.10 હજાર, વજન કાંટો નંગ 2 કિંમત રૂ.1000 મળીને કુલ રૂ.7,17,287 નો મુદ્દામાલ કબ્જે કયો છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!