રાજપારડી પો.સ્ટે. વિસ્તારના નવા અવિધા ગામે કોઠી ફળીયામા જુગાર રમતા ચાર આરોપીને કુલ કિ.રૂ.૧૫,૪૫૦/- ના મદ્દુામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

Date:

Share

ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના નવા અવિધા ગામેથી જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લીધા હતા. ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચના અંતર્ગત પોલીસ દ્વારા જિલ્લામાં હોળી ધુળેટીના તહેવારને લઇને દારુ જુગારની બદી ડામવા ડ્રાઇવ રાખવામા આવેલ, જેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ ઉત્સવ બારોટના  માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ એમ.એમ.રાઠોડ ટીમ સાથે રાજપારડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

 

તે દરમિયાન  મળેલ બાતમીના આધારે નવા અવિધા ગામે કોઠી ફળીયામાં રેઇડ કરીને કુલ  રુ. ૧૫,૪૫૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લીધા હતા.

જુગાર રમતા ઝડપાયેલ આરોપી

વિજયભાઇ અર્જુનભાઇ , સોમાભાઇ ચંદુભાઇ વસાવા, સંજયભાઇ મંગાભાઇ વસાવા અને  મુકેશભાઇ રમેશભાઇ વસાવા તમામ રહે. નવા અવિધા તા.ઝઘડીયા જિ.ભરૂચના વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

 

સદર ક‍ામગીરી કરનાર ટીમ

ભરૂચ એલસીબી પીએસઆઇ એમ.એમ.રાઠોડ તથા એલસીબી સ્ટાફ જયરાજભાઇ, દિપકભાઇ તેમજ મનહરસિંહની ટીમ દ્વારા કરવામાં આવી હતી.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!