અંકલેશ્વર ખાતે રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ ગડખોલ ગામની મીઠા ફેક્ટરી વિસ્તારમાં આવેલા સાંઈ રેસિડન્સીમાં છેલ્લા 2 વર્ષથી સદ્દામખાન રમઝાન ખાન, પત્ની શાઈનાબાનું 3 બાળકો સાથે રહે છે.
છેલ્લા કેટલાક સમયથી સદ્દામખાન પોતાની પત્ની પર અનૈતિક સંબંધથી શંકાનો વહેમ રાખીને બંનેના દામ્પત્ય જીવનમાં કંકાસ ચાલી રહ્યો હતો.
દરમિયાન ગત રાત્રે સદ્દામખાન 11 વાગ્યે કામ પરથી પરત ઘરે આવ્યો હતો. તે દરમિયાન તેણે તેના ઘરમાંથી કોઈ ભાગતા હોવાનો અવાજ આવ્યો હતો. જેને લઇ સદ્દામખાન અને પત્ની શાઈનાબાનું સાથે ઝઘડો થયો હતો.
આ બંને વચ્ચે શરૂ થયેલા ઝઘડાએ ભારે સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાયેલા પતિએ પત્ની શાઈનાબાનુંને પહેરેલા કપડાંના દુપટ્ટા વડે તેને ગળામાં ટૂંપો આપી તેનો દમ ઘુટાવી હત્યા કરી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.
ઘટનાની જાણ અંકલેશ્વરમાં રહેતા તેમના સંબંધીને થતા તેઓ સ્થળ પર દોડી મૃતક શાઈનાબાનુંના ભાઈ વસીમ ખાન નઈમ ખાનને કરતા તેઓ પણ મુંબઈથી અંકલેશ્વર દોડી આવ્યા હતા.
આ મામલે તેના ભાઈએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સદ્દામખાન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.