અંકલેશ્વર જીઆઇડીસીમાં ગ્લેનમાર્ક કંપની સામે આવેલી જગ્યામાં એશિયન પેઇન્ટ કંપની દ્વારા પ્લોટ ભાડે થી રાખી તેમાં કંપની સામાન મુકવામાં આવ્યો હતો.
જેમાંથી તસ્કરો 17.56 લાખનો સામાન ચોરી કરીને ફરાર થઇ ગયાં હતાં. ડીવાયએસપી ચિરાગ દેસાઇના માર્ગદર્શન હેઠળ પીઆઇ સગર અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી.
દરમિયાન ચોરીનો સામાન વેચવાની ફિરાકમાં ફરી રહેલાં મોહિત ઉર્ફે બિહારી રાજેશ પાલ,દીપક ઉર્ફે દાદુ અનિલ પાટીલ અને સમીર ઉર્ફે ગોરીયો મનુ યાદવને ચોરીના 6 નંગ લોડ માઉન્ટ સાથે ઝડપી પાડ્યા હતાં.
ચોરીનો સામાન ખરીદનારા તથા સહજાનંદ હોટલ પાછળ ધંધો કરતાં ભંગારીયા મોન્ટુ સિધ્ધેશ્વર પાસવાનને ઝડપી પાડ્યો હતો. આરોપીઓ પાસેથી 3.24 લાખનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે. ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાં તેમના બે દિવસના રીમાન્ડ મંજૂર કરાયાં છે.