આજ રોજ અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબ તથા અંકલેશ્વર એ ડિવિઝન પીઆઇ વાળા સાહેબ ની અધ્યક્ષતા માં લોક દરબાર યોજાયો, જેમાં અંકલેશ્વર શહેર ને લાગતા વળગતા પ્રશ્નો વિષે ચર્ચા થઇ જેમાં મુખ્યત્વે ટ્રાફિક તથા રોડ રસ્તાઓ મુદ્દે ચર્ચા થઇ હતી,
જે પ્રસંગે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી અને અંકલેશ્વર શહેર શાંતિ સમિતિના સભ્ય વસીમ ફડવાલા દ્વારા પિરામણ ગામ થી લઇ જીનવાળા સ્કૂલ તથા અંકલેશ્વર શહેર માં સમાવિષ્ટ તમામ માર્ગો જેમની હાલત કફોડી છે એવા તમામ માર્ગો ને લીધે ટ્રાફિક ની સમસ્યા સર્જાય છે તો જે તે વિભાગ માં લાગતા રોડ વિષે તે વિભાગ ના અધિકારી જોડે સંકલન કરી વહેલી તકે નિવારણ લાવવા સૂચનો કર્યા હતા, આ પ્રસંગે જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી વસીમ ફડવાલા, ભાજપ શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ, જીગ્નેશ અંદડીયા, નજમુદ્દીન શેખ, પાલિકા સભ્યો પૈકી કિંજલ ચૌહાણ, બખ્તિયાર પટેલ, રફીક ઝગડિયાવાળા, આમિર મુલ્લા, જનક શાહ, જીતુ પટેલ, હરીશ પુષ્કરના વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.