દારૂના વેપલા પર તરાપ: અમીરગઢ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકની અટકાયત, ત્રણ શખ્સ ફરાર, કુલ રૂ. 3.33 લાખનો મુદ્દામાલ જપ્ત

Date:

Share

Gujarati NewsLocalGujaratPalanpurDetention Of One Person With Car Full Of Foreign Liquor From Amirgarh Check Post, Three Persons Absconding, Total Rs. Muddamal Of Rs 3.33 Lakh Seized

પાલનપુર6 મિનિટ પહેલા

કૉપી લિંકઅમીરગઢ પોલીસે દારૂ-બિયરની 254 બોટલ સહિતનો મુદ્દામાલ કબ્જે લઇ તપાસ હાથ ધરી

અમીરગઢ ખાતે આવેલી ગુજરાત-રાજસ્થાન સરહદ ધરાવતી અને અતિ સંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ લઈ જનારી કાર સાથે એક ઇસમની અટકાયત કરવામાં આવી છે. પોલીસે વિદેશી દારૂ અને બિયર નંગ 254 સહિત કુલ રૂપિયા 3 લાખ 33 હજારનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાની સંવેદનશીલ ગણાતી ચેકપોસ્ટમાંથી એક એવી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ લઈ જવામાં આવવાનો હોવાની બાતમી અમીરગઢના પીએસઆઈ એમ.કે.ઝાલાને મળી હતી. જેથી ચેકપોસ્ટ પર પોલીસ સ્ટાફ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી. જેથી બાતમીમાં જણાવાયેલી સ્વિફ્ટ કાર નંબર gj 08Aj 2277 આબુરોડ તરફથી પૂરઝડપે આવતી હોવાથી કાર ગુજરાતમાં પ્રવેશે તે પહેલાં પોલીસે તેને રોકી તેમાં તપાસ હાથ ધરી હતી.

તપાસમાં કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી વિદેશી દારૂ અને બિયર નંગ 254 કિંમત રૂ. 28 હજાર 790 સહિત કુલ રૂ. 3 લાખ 33 હજાર 790નો મુદ્દામાલ કબજે લઈ વિદેશી દારૂ લઈ જનારા ઈસમની અટકાયત કરી હતી. ઉપરાંત કારમાં સવાર અન્ય ત્રણ જણા નાસી ગયા હતા, જેમના ઉપર પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહીના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!