RTE અંતર્ગત પ્રવેશ: વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં 25% વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ અપાશે, પ્રથમ યાદીમાં 1179 વિદ્યાર્થીઓનો સમાવેશ

Date:

Share

વલસાડ9 મિનિટ પહેલા

કૉપી લિંક2365 વિદ્યાર્થીઓના ધો. 1માં પ્રવેશ માટે ઉમેદવારી નોંધાવાઇ, 1810 લોકોનો પ્રવેશ માન્ય189 અરજીઓ અમાન્ય કરવામાં આવી, 366 અરજીઓ રદ્દ કરવામાં આવી

વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં 25% વિદ્યાર્થીઓને RTE (રાઇટ ટૂ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ અપાશે. જેમાં વલસાડ જિલ્લામાં 2365 વિદ્યાર્થીઓને ધો. 1માં પ્રવેશ માટે ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી 1810 વિદ્યાર્થીઓના પ્રવેશ માન્ય રાખવામાં આવ્યો છે અને 189 ફોર્મ અમાન્ય રહ્યા હતા. જેમાં 366 વિદ્યાર્થીઓના ફોર્મ રદ્દ થયા હતા. RTE હેઠળ પ્રથમ યાદીમાં ગઇકાલે 26મી એપ્રિલે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની યાદી જાહેર કરાઇ હતી. જેમાં 1179 વિદ્યાર્થીઓના નામ જાહેર કરાયા હતા.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં આર્થિક રીતે રીતે નબળા પરિવારના બાળકોને ખાનગી શાળાઓમાં ધો. 1માં સરળતાથી પ્રવેશ RTE હેઠળ આપવામાં આવી રહ્યો છે. જેમાં ધો. 1માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આપવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષે વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં ધો. 1માં 25% વિદ્યાર્થીઓને પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 2,365 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓએ ધો. 1માં બાળકોને શાળા પ્રવેશ આપાવવા ઓનલાન અરજી કરી હતી. જેમાં 189 અરજીઓ અમાન્ય કરવામાં આવી હતી. જ્યારે 366 અરજીઓ રદ્દ કરવામાં આવી હતી. ગઇકાલે 26મી એપ્રિલે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની યાદી જાહેર કરાઇ હતી. જેમાં 1179 વિદ્યાર્થીઓના નામ જાહેર કરાયા હતા. જેમાં વલસાડ તાલુકામાંથી 390, પારડીમાંથી 238, વાપીમાંથી 285, ઉમરગામમાંથી 181, ધરમપુરમાંથી 56, કપરાડામાંથી 29 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી B D બારીયાએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓના 26 એપ્રિલ RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના નામની યાદી જાહેર કરવામાં આવી છે અને વાલીઓને સમય મર્યાદામાં નજીકની શાળાઓમાં ઓરીજનલ ડોક્યુમેટ રજૂ કરીને પ્રવેશ મેળવી લેવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે…


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!