શિક્ષણમંત્રીની જાહેરાત: કોલેજોમાં આચાર્યની ભરતી કરાશે, નિવૃત્ત અધ્યાપકોને 7મા પગાર પંચનો લાભ મળશે,CCC પરીક્ષામાં ફરજિયાત નિયમો દુર થશે

Date:

Share

Gujarati NewsLocalGujaratAhmedabadPrincipals Will Be Recruited In Colleges, Retired Professors Will Get The Benefit Of 7th Pay Commission, Compulsory Rules In CCC Examination Will Be Removed

અમદાવાદ14 મિનિટ પહેલા

કૉપી લિંકજીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ કરીને જાહેરાત કરી હતી - Divya Bhaskar

જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ કરીને જાહેરાત કરી હતી

2016થી બંધ CAS સ્કીમ ફરીથી શરૂ કરવામાં આવશેસરકારે લીધેલા નિર્ણયને કારણે 3 હજારથી વધુ અધ્યાપકોને લાભ થશે

ગાંધીનગરમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ અધ્યાપક મંડળના આગેવાનો સાથે બેઠક કરી તેમના પડતર પ્રશ્નોને લઈને ચર્ચાઓ કરી હતી. આ બેઠકમાં ટ્રીપલ CCCની પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી. તે ઉપરાંત કોલેજોમાં આચાર્યની ભરતી કરવામાં આવશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓ પર આચાર્યની ભરતી કરવામાં આવશે.જેના કારણે 3 હજારથી વધુ અધ્યાપકોને લાભ થશે. જ્યારે 2016થી બંધ CAS સ્કીમ ફરીથી શરૂ કરવામાં આવશે.

કેરિયર એડવાન્સ સ્કિમ સ્થગિત કરવામાં આવશેશિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં 1-1-2016થી તમામ કોલેજના અધ્યાપકોના પ્રમોશન સીએએસ એટલે કે કેરિયર એડવાન્સ સ્કિમ સ્થગિત કરવામાં આવશે. સરકારની વિચારણા બાદ તેને પુન: સ્થાપિત કરવામાં આવશે. આ સંદર્ભમાં સાતમા પગાર પંચનો શિક્ષણ વિભાગનો ઠરાવ દૂર કરવામાં આવ્યો છે. જેનાથી 3,000 અધ્યાપકોને સીધો ફાયદો થયો છે. કોલેજના અધ્યાપકોના પ્રમોશન માટે સીસીસી પરીક્ષા તેમજ હિંદી અને ગુજરાતની પરીક્ષાના ફરજિયાતના નિયમો હતાં. શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યું કે આ નિયમો પણ દૂર કરાશે.

10,000 જેટલા કોલેજના અધ્યાપકોને લાભ થશેજીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં કોલેજના અધ્યાપકોના જે પડતર પ્રશ્નો હતા તેનું આજે નિરાકરણ આવ્યું છે. હવે નિવૃત અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ પણ મળશે. આ અંગે નાણામંત્રી કનુભાઈ સાથે નાણા વિભાગની પણ ચર્ચા થઈ છે.આજે સરકારે લીધેલા નિર્ણયો અંગે પ્રો.પ્રજ્ઞેશ શાહે જણાવ્યું કે આજે સરકારે લીધેલા નિર્ણયો લાંબા સમયથી અધ્યાપકોના પડતર પ્રશ્નો હતા. આના કારણે સીધી રીતે રાજ્યના 10,000 જેટલા કોલેજના અધ્યાપકોને લાભ થવાનો છે.

અન્ય સમાચારો પણ છે…


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!