‘ત્રિપલ ટી’ની ફોર્મૂલા કામ લાગી: ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યૂનિવર્સિટી આખરે કોરોના મુક્ત, ‘ત્રિપલ ટી’ની ફોર્મૂલા અપનાવી તંત્રએ જંગ જીતી

Date:

Share

ગાંધીનગર27 મિનિટ પહેલા

કૉપી લિંકટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મૂલા ઉપર વ્યૂહરચના ઘડીને આરોગ્યની ટીમે કોરોનાને નેસ્તનાબૂદ કર્યો

ગુજરાતમાં કોરોનાએ વિદાય લીધી હોવાની માન્યતા વચ્ચે ગાંધીનગરની ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં એકદમ જ કોરોનાએ પગ પેસારો કરીને વિધાર્થીઓ સહિતના સ્ટાફ મળીને 77 જેટલાં લોકોને સંક્રમિત કરી દેતા ફરીવાર ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા તાકીદે ‘ત્રિપલ ટી’ એટલે કે ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મૂલા અપનાવી આયોજન પૂર્વક વ્યૂહરચના ઉપર કામગીરી શરૂ કરીને ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીને સંપૂર્ણ રીતે કોરોના મુક્ત કરી દઈ રાહતનો દમ લીધો છે.

ગુજરાતમાં કોરોનાની ઘાતકી લહેરને યાદ કરીને હજી પણ લોકો ફફડી ઉઠે છે. પ્રથમ લહેર પછી કોરોનાએ બીજા રાઉન્ડમાં મોતનો તાંડવ મચાવી દેતાં મોટાભાગના દરેક પરિવારને કોઈને કોઈ સ્વજનને ગુમાવવાનો વખત આવ્યો હતો. એવામાં જ શરૂ થયેલી ત્રીજી લહેરમાં નાગરિકો કોરોના ગાઈડ લાઈનના નિયમોને નેવે મૂકી દીધા છે. કેમ કે રાજ્ય સરકારે મોટાભાગે બધા નાગરિકોને કોરોના વેક્સિનથી સુરક્ષિત કરી દેવામાં આવ્યા છે. તેમ છતાં ગુજરાતમાં નહિવત પ્રમાણમાં કોરોના કેસો આવે છે પણ તેની ગંભીર અસર જોવા મળતી નથી.

રાજ્યની જેમ ગાંધીનગરમાં પણ કોરોનાએ વિદાય લીધી હોવાની ભૂલ ભરેલી માન્યતાને કોરોનાએ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં પગ પેસારો કરીને ખોટી સાબિત કરી દીધી હતી. ગુજરાત નેશનલ લો યૂનિવર્સિટી ચેન્નઈથી આવેલા એક વિદ્યાર્થીને શરદી ખાંસી અને તાવના લક્ષણો જણાઈ આવતાં કોરોના રિપૉર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી અને તેને દાખલ કરવાની પણ ફરજ પડી હતી. ત્યાં સુધી યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ બાબતેને સાવ સામાન્ય ઘણી હતી.

બાદમાં બીજા દિવસે પણ એક વિદ્યાર્થીની પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતાં યૂનિવર્સિટી પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. બીજી તરફ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પણ કોરોના સંક્રમિત વિદ્યાર્થી દાખલ થયાનો રિપૉર્ટ આવતાં જ આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. પરંતુ કોરોનાની ત્રીજી લહેર GNLUમાં એવી પ્રસરી કે એક પછી એક વિધાર્થીઓ સંક્રમણનો ભોગ બનવા લાગ્યા હતા. જેનાં કારણે યૂનિવર્સિટીમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ વાત વાયુવેગે પ્રસરી જતાં ગાંધીનગર પણ ફફડી ગયું હતું. જોકે, ત્યાં સુધીમાં તો મનપાની આરોગ્યની ટીમે મોરચો સંભાળી લીધો હતો.

આ અંગે કોર્પોરેશન તંત્રના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ ગોસ્વામીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, GNLUનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ તેમજ હોસ્પિટલમાં પણ દાખલ હોવાની જાણ થતાં જ યૂનિવર્સિટીમાં વિઝિટ કરવાનું નક્કી કરી લીધું હતું અને સાંજ પડતાં વધુ બે વિદ્યાર્થીનો રિપૉર્ટ પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી. એટલે એક મેડિકલ ટીમને GNLUમાં મોકલીને વિધાર્થીઓ – સ્ટાફનો ડેટા લેવામાં આવ્યો હતો. ત્યારે માલુમ પડ્યું કે, યૂનિવર્સિટીમાં સાડા સાતસોથી એક હજાર જેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહ્યા છે. એટલે અંદાજો તો આવી ગયો હતો કે સંક્રમિતોની સંખ્યામાં ઉછાળો આવશે.

આથી ‘ત્રિપલ ટી’ એટલે કે ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મૂલા મુજબ વ્યૂહાત્મક રીતે કામગીરી શરૂ કરી દેવાઈ હતી. સૌથી પહેલાં તો અમે પ્રથમ પોઝિટિવ વિદ્યાર્થી સાથેના કોન્ટેક્ટ ટ્રેસ કર્યા અને તેઓને આઈસોલેશન રાખવા યૂનિવર્સિટી મેનેજમેન્ટ ને સૂચનાઓ આપી દીધી. બાદમાં ત્રણ ટીમોને ‘ત્રિપલ ટી’ ફોર્મૂલા મુજબ કામે લગાડી દેવામાં આવી હતી. પરંતુ બીજા દિવસે વધુ વિદ્યાર્થીઓ પોઝિટિવ હોવાનું સામે આવતાં વિદ્યાર્થીઓ પણ થોડા ફફડી ઉઠ્યા હતા.

આથી અમે વધુ એલર્ટ થઈ ગયા હતા અને યૂનિવર્સિટીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી કોઈને બહાર જવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. મેડિકલની ટીમ ધ્વારા સર્વેલન્સ હાથ ધરી રેપિડ – RTPCR ટેસ્ટિંગ શરૂ કરી દેવાયા હતા. જો કે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી મોડી રાત સુધી ટ્રેસિંગ અને ટેસ્ટિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. એવામાં વિદ્યાર્થી ઓમીક્રોન BA. 2 પોજીટીવ હોવાની પુષ્ટિ થઈ હતી. આ તરફ યૂનિવર્સિટીમાં સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું હતું.

બીજી તરફ GNLUનાં ડો. કે વી મહેતાએ પણ પોતાની ટીમ સાથે મોરચો સંભાળી લીધો હતો. યૂનિવર્સિટીમાં આકરા પ્રતિબંધ લાદી દીધા અને કેમ્પસમાં હરવા ફરવા ઉપર મનાઈ કરી દેવામાં આવી. કેન્ટીનમાં પણ એકઠા થઈને જમવા પર રોક લગાવી દેવાઈ હતી. જોકે, ત્યાં સુધીમાં તો કોરોનાના આંકડો 77 જેટલો પહોંચી ગયો હતો. યૂનિવર્સિટીનો ચેપ બીજે પણ ફેલાય નહીં તે માટે આસપાસની અન્ય યૂનિવર્સિટીમાં પણ ટ્રેસિંગ શરૂ કર્યું હતું. અત્રેની યૂનિવર્સિટીમાં સતત ટ્રેસિંગ ટેસ્ટિંગ ચાલુ રાખી શંકાસ્પદ લક્ષણો ધરાવતાં વિધાર્થીઓ શોધી કાઢી તેમને અન્ય વિધાર્થીઓથી અલગ રહેવાની સૂચના આપી દેવાઈ હતી.

એમાંય જે પોઝિટિવ વિધાર્થીઓ હતા તેમની સઘન ટ્રીટમેન્ટ શરૂ કરી સતત મોનીટરીંગ રાખવામાં આવ્યું હતું. આમ સતત ટ્રેસિંગ ટેસ્ટિંગ ચાલુ રાખી અંદાજીત સાડા સાતસો વિધાર્થીઓનાં કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત યૂનિવર્સિટીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડથી માંડીને તમામ સ્ટાફના રિપૉર્ટ કરવાનું નક્કી કરી દેવાયું હતું.

ઉપરાંત GNLUના ડાયરેક્ટર એસ શાંથાકુમાર, રજીસ્ટ્રાર જગદીશચંદ્રા દ્વારા ત્વરિત નિર્ણય લઈને ઓફ લાઇન શિક્ષણ કાર્ય બંધ કરાવી ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરાવી દીધું હતું. તેમજ બહારના કોઈપણ વ્યક્તિને યૂનિવર્સિટીમાં પ્રવેશ બંધી કરી દેવામાં આવી હતી. આમ કોરોના સંક્રમણ યૂનિવર્સિટી કેમ્પસ સુધી જ સીમિત કરી દઈ આખી યૂનિવર્સિટીને કોરોનાથી મુકત કરવાની સફળતા હાંસલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!