કૃષિ મેળા: જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના 358 ખેડૂતોએ કૃષિ મેળામાં ભાગ લીધો

Date:

Share

જામનગર37 મિનિટ પહેલા

કૉપી લિંકકિશાન ભાગીદારી, પ્રાથમિકતા હમારી અભિયાન અંતર્ગત કૃષિ મેળો યોજાયોકેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો

જામનગર મા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ભારત સરકાર દ્વારા કિશાન ભાગીદારી પ્રાથમિકતા હમારી અભિયાન અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર તથા આત્મા પ્રોજેક્ટ જામનગરના સંયુક્ત ઉપક્રમે ગઇકાલે કૃષિ મેળાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના 358 જેટલા ખેડૂતો અને 35 જેટલા અધિકારીઓ મળીને કુલ 393 લોકોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં જુદાજુદા કૃષિ પ્રદર્શનો ગોઠવવામાં આવ્યાં હતા. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તમામ ખાતાના વડાઓ દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવી હતી તેમજ વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક કૃષિ ને સફળ બનાવવા માટેના પ્રત્યક્ષ નિદર્શનો ગોઠવીને ઈનપુટ ઉત્પાદન, સફળ ખેતીના પગલા, મૂલ્ય વર્ધન અને માર્કેટીંગ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નવી દિલ્હીથી કેન્દ્રિય કૃષિ મંત્રીનરેન્દ્રસિંહ તોમર દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતો સાથે સીધો સંવાદ કરી અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે યોજના, વિકાસ અને વિસ્તરણ કરવા અંગે આહવાન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આર. એસ. ગોહિલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જામનગર, ડો. કે.ડી.મુંગરા, સંશોધન વૈજ્ઞાનિક (બાજરા), બા.સં.કે., જુકૃયું, જામનગર, ડો.કે.પી.બારૈયા, સિનિયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ, કે.વી.કે., જુકૃયું, જામનગર બી.એમ.આગઠ, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), એચ.બી.પટેલ, નાયબ બાગાયત નિયામક, જામનગર સી.ઓ.લશ્કરી, નાયબ બાગાયત નિયામક, દેવભૂમિ દ્વારકા, ડો.રાણીપા નાયબ પશુપાલન નિયામક, જામનગર તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!