PhDની ડિગ્રીને લઈ વિવાદ: ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં મારામારી, MSW વિભાગના સહઅધ્યાપિકા ડો.રંજન ગોહિલે ફરિયાદીને માર માર્યો

Date:

Share

અમદાવાદ9 મિનિટ પહેલા

મારામારી બાદ ઈજાગ્રસ્ત ફરિયાદીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

સમાજ કાર્ય વિભાગના કોર્ડીંનેટર ડૉ. વિપુલ પટેલ ફરિયાદ કરવા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા

ગુજરાત યુનિવર્સિટીમાં MSWના સહાધાપિકા ડો રંજન ગોહિલે ગેરરીતિ પૂર્વક ડિગ્રી અને નોકરી મેળવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં ફરિયાદી ચિરાગ કલાલને ડો રંજન ગોહિલ દ્વારા માર મારવામાં આવ્યો હતો. હાલમાં ફરિયાદીને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ડો રંજન ગોહિલને સિન્ડિકેટ દ્વારા પ્રવેશ બંધી કરવામાં આવી હતી. તેમણે પ્રવેશબંધી હોવા છતાં યુનિવર્સિટીમાં ઘુસીને ફરિયાદીને માર માર્યો હતો.

વિદ્યાર્થીને મારી સામે જ માર મારવામાં આવ્યોઃ વિપુલ પટેલગુજરાત યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગના કોર્ડીંનેટર ડૉ. વિપુલ પટેલ ફરિયાદ કરવા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. વિભાગમાં મારામારી થઈ તે મામલે અધ્યાપિકા રંજન ગોહિલ સામે ફરિયાદ નોંધાવશે. વિપુલ પટેલે કહ્યું હતું કે, ચિરાગ કલાલ માર્કશિટ અને પરીક્ષા માટે પુછપરછ કરવા માટે આવ્યો હતો. રંજન ગોહિલ યુનિવર્સિટીમાં તપાસ ચાલે ત્યાં સુધી પ્રવેશ બંધી છે તે છતાંય આવ્યાં હતાં. આ વિદ્યાર્થીને મારી સામેજ માર મારવામાં આવ્યો છે.

મહિલા અધ્યાપિકા ડો. રંજન ગોહિલ

મહિલા અધ્યાપિકા ડો. રંજન ગોહિલ

ચિરાગ કલાલે છાતી પર હાથ મુકી મારી છેડતી કરીપ્રોફેસર રંજન ગોહિલે કહ્યું હતું કે, આજે MSW વિભાગમાં પ્રવેશ બંધીનો લેટર લેવા આવી હતી. વિપુલ પટેલને કો.ઓર્ડિનેટર બનાવ્યા તે મને ખબર જ નહોતી. વિપુલ પટેલ અને શદાબ કાઝી નામના પ્રોફેસરે મને મારવા ચિરાગ કલાલને બોલાવ્યો હતો.ચિરાગ કલાલે બિનજરૂરી આવીને મારો હાથ પકડીને છાતી પર હાથ મૂકી દીધો હતો. મારી છેડતી કરીને મને મારવામાં આવી છે.શદાબ કાઝી અને વિપુલ પટેલ કોઈ પણ મહિલા તેમના વિભાગમાં હોય તેવું ઇચ્છતા નથી.

ડો. રંજન ગોહિલ પર યુનિવર્સિટીમાં જવા પર પાબંધીગુજરાત યુનિવર્સિટીના એકેડમિક કાઉન્સિલ દ્વારા MSW વિભાગના સહ અધ્યાપિકાના પ્રવેશ પર પાબંધી લગાવી હતી. ડો. રંજન ગોહિલની PhDની ડિગ્રી ખોટી હોવાથી તેમજ ખોટી નિમણુક થઈ હોવાથી તપાસ કમિટીની રચના કરાઈ હતી. ડો. રંજન ગોહિલે ફકત 18 મહિનામાં જ પીએચડીની ડીગ્રી મેળવી હતી. ખોટો ભરતીનો લેટર લખીને યુનિવર્સિટીની જાણ બહાર લાખોનો પગાર હોવાની જાણ ગુજરાત યુનિવર્સિટીને મોડે મોડે થઈ છે. MSWના હેડ પ્રો. પી પી પ્રજાપતિ દ્વારા ખોટુ નોટિફિકેશન કરી ડો.ગોહિલની ભરતી કરાઇ હોવાથી રંજન ગોહિલના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો.

ઓગસ્ટ 2018માં PhDની ડીગ્રી મેળવી હતીગુજરાત યુનિવર્સિટીના ધ્યાનમાં આવતા યુનિવર્સિટીએ હેડ પી.પી. પ્રજાપતિને પદેથી હટાવી કમિટી રચી, MSWનો ચાર્જ વિપુલ પટેલને અપાયો છે. સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા 3 સભ્યોની રચાયેલી કમિટી હવે તપાસ કરશે. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી MSW વિભાગના સહ અધ્યાપિકા ડોક્ટર રંજન ગોહિલે સ્પષ્ટતા કરી હતી કે, તેમણે ઓગસ્ટ 2018માં PhDની ડીગ્રી મેળવી હતી. 20 નવેમ્બર 2018માં કોન્ટ્રાક્ટ આધારિત નોકરીમાં જોડાયા હતાં, ફિક્સ પગાર પર નવી જાહેરાત ના થાય ત્યાં સુધી નોકરીએ રાખવામાં આવ્યાં હતાં.

મારી ડિગ્રી ખોટી નથી, મારી નિમણુક પણ ખોટી નથીઃ અધ્યાપિકાMSW વિભાગમાં આવીને પંકજ શ્રીમાળીએ મારી સાથે અપશબ્દો બોલતા – અસભ્ય વર્તન કરતા મેં વિરોધ કર્યો હતો. ત્યારબાદ સદાબ કાઝી, વિપુલ પટેલ, ચિરાગ કલાલ, ભાગ્ય જાની, ડેવિડ જોષી સામે મેં 6 મહિના અગાઉ WDCમાં ફરિયાદ કરી હતી. આ તમામ સામે WDC તરફથી 6 મહિના બાદ પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી. મેં WDC માં ફરિયાદ કરી એટલે હવે મારી સામે ખોટા આક્ષેપ કરી કાર્યવાહી કરવામાં આવી છે. મારી ડિગ્રી ખોટી નથી, મારી નિમણુક પણ ખોટી નથી.

ચિરાગ કલાલે ભૂતકાળમાં ડિગ્રીને લઈ ફરિયાદ કરી હતીભૂતકાળમાં ચિરાગ કલાલ દ્વારા મારી PhDની ડિગ્રી સામે ફરિયાદ કરતા મારી ડિગ્રી અંગે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીમાં રિપોર્ટ જમા થયો હતો. એ તપાસ રિપોર્ટ અમે લઈશું, જે મારા તરફી છે. મારી PHDની ડિગ્રી ખોટી છે એવું કહે છે પણ ગુજરાત યુનિવર્સિટીમાં અનેક લોકો ખોટી ડિગ્રી સાથે નોકરી કરી રહ્યા છે.ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા પોતે આ બધું જાણે છે. મારી ડિગ્રી ખોટી હોય અને મારા પર પ્રવેશબંધી કરાઈ હોય તો અન્ય જે ખોટી ડિગ્રી સાથે ગુજરાત યુનિવર્સિટીમાં છે એમના પર પ્રવેશબંધી કેમ નથી કરાતી. હું ન્યાય માટે મહિલા આયોગ અને મહિલા પોલીસ સ્ટેશન, તકેદારી આયોગમાં ફરિયાદ કરીશ.

અન્ય સમાચારો પણ છે…


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!