છેતરપિંડી: જૂનાગઢના નિવૃત્ત કંડક્ટરે અજાણ્યા શખ્સને ATMમાંથી પૈસા ઉપાડવાનું કહેતા ખાતામાંથી બારોબાર 42 હજારની રકમ ઉપાડી લીધી

Date:

Share

જૂનાગઢએક કલાક પહેલા

કૉપી લિંકઅજાણ્યા શખ્સને પાસવર્ડ જાણી કાર્ડ બદલાવી લઈ રકમ ઉપાડી લીધી

જૂનાગઢમાં રહેતા નિવૃત કંડક્ટરએ પૈસા ઉપાડવા અજાણ્યા શખ્સની મદદ માંગી હતી. જે તેમને ભારી પડી હતી. કારણ કે. અજાણ્યા શખ્સે કાર્ડ બદલાવી લઈ પાસવર્ડ મેળવી લઈ તેમના ખાતામાંથી બારોબાર 42 હજારની રકમ ઉપાડી લીધી હતી. આ અંગે કંડકટરની ફરીયાદના આધારે સાયબર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના વણઝારી ચોકમાં આવેલા ચંદ્રહિમ એપાર્ટમેન્ટમાં રહેતા અને હાલ કર્મકાંડ કરતા 66 વર્ષીય નિવૃત કંડક્ટર હર્ષદભાઈ ચિમનલાલ જોશીનું અમદાવાદના છત્રાલમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેંકમાં ખાતું છે. જેમાં ગત તા.22-11-21ના રોજ હર્ષદભાઈ કાળવા ચોકમાં આવેલા ઇન્ડિયન બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. ત્યારે તેઓને પૈસા ઉપાડતા આવડતું ન હોવાથી ત્યાં પૈસા ઉપાડતા એક અજાણ્યા શખ્સને એક હજાર ઉપાડી દેવા મદદ માંગી હતી.

આથી આ અજાણ્યાં શખ્સ પૈસા ઉપાડી દઈ સ્ટેટમેન્ટ કાઢી આપવા કહ્યુ હતુ અને હર્ષદભાઈને પાસવર્ડ નાખતા જોઈ ગયો હતો. બાદમાં હર્ષદભાઇની નજર ચુકવી એટીએમ કાર્ડ બદલાવી લઈને બેંક ઓફ બરોડાનું કાર્ડ આપ્યુ હતુ. થોડીવાર બાદ હર્ષદભાઈના મોબાઈલમાં બેંકના મેસેજ આવ્યા હતા. જેમાં કુલ છ ટ્રાન્ઝેક્શનમાં કુલ રૂ.42 હજારની રકમ ઉપાડી લીધી હતી. જે અંગે એ સમયે જ હર્ષદભાઈએ બેંક અને સાયબર પોલીસમાં અરજી આપી હતી. જેના આધારે પોલીસે અજાણ્યાં શખ્સ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!