શંકાશિલ પતિનો ત્રાસ: અમદાવાદમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ કહ્યું, તારા ત્રણેય સંતાનો મારા નથી DNA ટેસ્ટ કરાવવો પડશે

Date:

Share

અમદાવાદએક કલાક પહેલા

કૉપી લિંકપ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

પત્નીને તેના ભાઈ પાસેથી બે લાખ રૂપિયા લાવવા દબાણ કરતોમહિલાએ કંટાળીને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં દહેજના મુદ્દે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં વધારો થયો છે. અનેક મહિલાઓને દહેજ લાવવા મુદ્દે સાસરિયાઓ દ્વારા ત્રાસ અપાતો હોવાની ફરિયાદો પોલીસ સુધી પહોંચતી હોય છે. બીજી બાજુ પતિનો અત્યાચાર અને આડા સંબંધોને લઈને પણ પરિણીતાઓ પર થતા ત્રાસની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતી પરિણીતા પર તેના પતિએ ચારિત્ર્ય પર શંકા રાખીને કહ્યું હતું કે લગ્ન જીવનમાં જન્મેલા ત્રણેય સંતાનો કોઇ બીજાના છે. માટે ડીએનએ ટેસ્ટ કરાવવો પડશે. પતિની વધી રહેલી હેરાનગતિને કારણે પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

પતિ વાંધાજનક મેસજ કરીને પત્ની પર ખોટા આક્ષેપ કરતોફરિયાદી મહિલાનો પતિ બીજાના મોબાઇલથી પત્નીના મોબાઇલ પર વાંધાજનક મેસજ કરીને પત્ની પર ખોટા આક્ષેપ કરતો હતો. તે ઉપરાંત તેના ભાઇ પાસેથી ધંધો કરવા માટે બે લાખ રૂપિયાની માંગણી કરતો હતો. આ તમામ બાબતોમાં મહિલાના સાસરિયાઓ તેના પતિને સમજાવવાના બદલે મહિલા સાથે જ ગેરવર્તન કરતા હોવાથી મહિલા કંટાળી ગઈ હતી. ફરિયાદી મહિલા હાલ સરદાર સ્મૃતિ સોસાયટીમાં તેમના ભાઇ સાથે રહે છે. તેમના લગ્ન વર્ષ 2005માં દરિયાપુરમાં ડબગરવાડમાં આવેલી ચંગીશ પોળમાં રહેતા યુવક સાથે થયા હતા. જેમાં તે સયુક્ત કુટુંબમાં રહેતી હતી.

પતિ પિયરમાંથી પૈસા લાવવા માટે દબાણ કરતો અને મારઝૂડ કરતો ( પ્રતિકાત્મક તસવીર)

પતિ પિયરમાંથી પૈસા લાવવા માટે દબાણ કરતો અને મારઝૂડ કરતો ( પ્રતિકાત્મક તસવીર)

લગ્નજીવનમાં તેમને ત્રણ સંતાનોના જન્મ થયો હતોલગ્નજીવન દરમિયાન તેમને ત્રણ સંતાનોના જન્મ થયો હતો. ફરિયાદી મહિલાને લગ્નની શરરૂઆતથી જ હેરાન પરેશાન કરવામાં આવતી હતી. જેમાં તે પિયરમાં ફોન કરવો હોય તો સ્પીકર પર રાખીને વાત કરવી પડતી હતી. સાસરિયાઓ ફરિયાદી મહિલાને કહેતા હતા કે તારામાં જ કઇ ખામી હશે. બાદમાં પતિ દ્વારા બે લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. જો કે ફરિયાદી મહિલાના ભાઇની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તે આપી શકતા નહોતા. જેથી પતિ ફરિયાદી પત્નીને બાળકોની હાજરીમાં પટ્ટાથી મારતો હતો. એસીડ છાંટીને મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

પરિણીતાએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ( ફાઈલ ફોટો)

પરિણીતાએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ( ફાઈલ ફોટો)

પતિએ પત્નીને મારીને કાઢી મુકી હતીતે ઉપરાંત પતિ બીજાના મોબાઇલ ફોનથી પત્નીના મોબાઇલ ફોન પર મેસેજ મોકલીને હેરાન કરતો હતો. તે એવુ પણ કહેતો હતો કે લગ્ન જીવનમાં ત્રણેય સંતાનો તેના નથી. જેથી હવે DNA ટેસ્ટ કરાવવો પડશે. સતત માનસિક ત્રાસ અપાતો હતો. બાદમાં પત્નીને મારીને કાઢી મુકી હતી. જે અંગે ફરિયાદી મહિલાએ તેના પતિ તેમજ સાસરિયાઓ વિરૂધ્ધ ફરિયાદ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!