અકસ્માત: અમદાવાદમાં એક્ટિવા પર જતાં ત્રણ લોકો કોર્પોરેશને ખોદેલા ખાડામાં પટકાયા,સ્થાનિકોએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા

Date:

Share

અમદાવાદએક કલાક પહેલા

કૉપી લિંકસ્થાનિકો ભેગા થઈને ત્રણેયને 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા - Divya Bhaskar

સ્થાનિકો ભેગા થઈને ત્રણેયને 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા

ખાડાની આસપાસ કોઈ પણ બેરિકેટ નહોતા અને અંધારૂ હતું

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગુલશન બેકરી પાસે મોડી રાત્રે સાતેક ફૂટ ઊંડા ખાડામાં એક્ટિવા પર સવાર ત્રણ વ્યક્તિઓ ઉતરી જતાં ત્રણેયને ઈજા પહોંચી હતી. કોર્પોરેશન દ્વારા કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડાની આસપાસ કોઈ બેરિકેટ ના હોવાથી અને અંધારુ હોવાથી એક્ટિવા પર સવાર ત્રણેય ખાડામાં પડ્યાં હતાં. સ્થાનિક લોકોએ ત્રણેયને બહાર કાઢીને 108 મારફતે સારવાર મારફતે શારદાબેન હોસ્પિટલ મોકલી આપ્યાં હતાં.

એક્ટિવા પર જતાં બે સગીર સહિત ત્રણ લોકો પટકાયાંફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં એક ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે તેઓ પહોંચે તે પહેલાં જ ત્રણેયને બહાર કાઢી લેવાયા હતાં. કોર્પોરેશનની બેદરકારીના કારણે ખાડામાં ત્રણેય વ્યક્તિ પડ્યાં હતાં. ફાયરબ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ વિસ્તારમાં ગુલશન બેકરી પાસે ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં કોર્પોરેશન દ્વારા રોડ પર ખોદવામાં આવેલા ખાડામાં એક્ટિવા પર જતાં બે સગીર સહિત ત્રણ લોકો પટકાયાં હતાં. સ્થાનિક લોકો તાત્કાલિક ભેગા થઈ ગયાં હતાં અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી.

અંધારામાં ખાડો નહીં દેખાતા ત્રણેય ખાડામાં પટકાયા હતાં

અંધારામાં ખાડો નહીં દેખાતા ત્રણેય ખાડામાં પટકાયા હતાં

સ્થાનિક લોકોએ ખાડામાંથી ત્રણેયને બહાર કાઢ્યાંફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ ખાડામાંથી ત્રણેયને બહાર કાઢ્યાં હતાં. એક સગીરને આંખના ભાગે, બીજાને માંથાના ભાગે અને યુવકને હાથના ભાગે ઈજાઓ થતાં સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતાં. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા એક અઠવાડિયાથી આ રોડ પર કામગીરી માટે ખાડો ખોદીને મુકી દેવામાં આવ્યો છે. પરંતુ આસપાસ કોઈ યોગ્ય બેરીકેટ કરવામાં આવ્યું નથી અને ઝડપથી કામગીરી કરવામાં આવી નથી જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે…


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!