સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ પાલેજ પો.સ્ટે.નાં પ્રોહીબીશનના ગુન્હામાં પોલીસ ધરપકડથી દુર બે મહિલા આરોપી બહેનને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

Date:

Share

ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષકશ્રી એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. લીના પાટીલ નાઓની સુચના અનુસંધાને જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા માટે પો.સ.ઇ.શ્રી ડી.આર.વસાવા નાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો પાલેજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે પાલેજ પો.સ્ટે. પાર્ટ -C FIR No. 11199039220185/2022 પ્રોહી એક્ટ કલમ ૬પ એ ઇ, ૮૧, ૧૧૬ બી મુજબના ગુન્હામાં પોલીસ ધરપકડથી દુર મહિલા આરોપી બહેન (૧) મીનાબેન ઉર્ફે મીકા મહેશભાઇ બેચરભાઇ માછી તથા (ર) શાંતાબેન W/O અશોકભાઇ બેચરભાઇ માછી બન્ને રહે. પાલેજ, ડુંગરીપાળ, તા.જી.ભરૂચનાઓને આજરોજ તા.૦૨/૦૫/૨૦૨૨ નારોજ પાલેજ ખાતે તેઓના ઘરેથી હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ (COVID-19) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો COVID-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા પાલેજ પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

 

ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. ઇન્દ્રવદન કનુભાઇ, પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ, પો.કો. અનિલભાઇ દિતાભાઇ તથા વુ.પો.કો. નિતાબેન રમણસિંહ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!