જંબુસર ટાઉનમાં મંગણાદી ભાગોળ ખાતેના મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ LCB

Date:

Share

ઇન્યાજ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ વડોદરા વિભાગ વડોદરા નાઓ દ્વારા રેન્જમાં પ્રોહી જુગારની ગે.કા.પ્રવૃત્તિઓ સદતર બંધ રાખવા આપેલ સૂચના આધારે ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.લીના પાટીલ સાહેબ નાઓએ આવી અસામજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવાના ઉદ્દેશથી જીલ્લામાં પ્રોહી/જુગારની ખાસ ઝુંબેશ રાખી આ ઝુંબેશ દરમ્યાન અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટરશ્રી કે.ડી.મંડોરાનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે પ્રોહી જુગારની બદીઓ ડામવા ભરૂચ લોકલ કાઇમ બ્રાયની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. દરમ્યાન આજરોજ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ જંબુસર ડીવીઝનમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે જંબુસર ટાઉનમાં આવેલ મગણાદી ભાગોળ ખાતેના મકાનમાં વિદેશી દારૂ અંગે સફળ રેઇડ કરી મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બનાવટના બોક્ષ નંગ-૧૮ તથા છુટ્ટી બોટલ/બીયર ટીન મળી કુલ બોટલ બીયર ટીન નંગ-૪૬૭ કિંમત.રૂપીયા ૮૬,૨૦૦/- ઝડપી પાડી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે જંબુસર પો.સ્ટ, સોંપવામાં આવેલ છે. આગામી દિવસોમાં પણ એલ.સી.બી. ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા પ્રોહી/જુગારની પ્રવૃતિ ઉપર કાર્યવાહી કરવા કટીબધ્ધ છે.

વોન્ટેડ આરોપીઓ

(૧) હનીફ ઉર્ફે મુન્નો રશીદ મલેક રહેવાસી, જબુસર માંડી ફળીયું જી.ભરૂચ

(૨) જગદીશભાઇ રવીદાસભાઇ વાઘેલા રહેવાસી,જંબુસર મંગણાંદી ભાગોળ જી.ભરૂચ

(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ બીયર નંગ-૪૬૭, કિ.રૂ.૮૬,૨૦૦/ કુલ મુકામાલ કિ ૪. ૮૬,૨૦૦,

કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ

પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.એચ.વાઢેર એલ.સી.બી.ભરૂચ. હે.કો,અજયભાઇ, અ.હે.કો.સંજયદાન તથા પો.કો.કીશોરસિંહ, પો.કો.ફીરોજભાઇ એલ.સી.બી.ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!