પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર નાઓ દ્વારા તથા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.લીના પાટીલ નાઓ તરફી જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તી અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના મળતા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ભરૂચ વિભાગ, ભરૂચ નાઓના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ ભરુચ શહેર એ ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા ઉપરોક્ત બાબતે પ્રોહી/જુગાર કેશો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામા આવેલ તે દરમ્યાન પો.સ્ટે. સર્વેલન્સ સ્ટાફના માણસોની ટીમને બાતમી મળેલ કે દાંડીયાબજાર શાકમાર્કેટ ના પાછળના ભાગે ખાંચામા અભિષેક ભરતભાઇ કહાર નાએ ગે.કા. વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા સારૂ લાવેલ છે જેવી ચોક્ક્સ બાતમી હકીકત આધારે રેઇડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રોડની નાની મોટી બોટલ નંગ-૧૮૮, કી.રૂ. ૨૫,૨૦૦ ના પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગણનાપાત્ર પ્રોહી કેસ શોધી કાઢવામાં આવેલ છે. આગામી દિવસોમા ભરુચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે. પ્રોહી/જુગારની પ્રવૃતિ ઉપર કાર્યવાહી કરવા કટીબધ્ધ છે.
Create an account
Welcome! Register for an account
A password will be e-mailed to you.
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
ભરૂચ શહેરના દાડીયા બજાર વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બુટલેગરને પકડી પ્રોહી.નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભરુચ શહેર “એ” ડીવીઝન પોલીસ
Date: