અંકલેશ્વરમાં ટ્રાન્સફોર્મર ચોર ટોળકીનો મુખ્ય સુત્રધાર કીમથી ઝડપાયો

Date:

Share

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અસરકારક કાર્યવાહી માટે સુચના આપી ઝુંબેશ શરૂ કરાવી છે. જે અભિયાનના ભાગરૂપે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.મંડોરાના માર્ગદર્શન હેઠળ નાસતા – ફરતા આરોપીઓ ઝડપી પાડવા એલ.સી.બી ભરૂચની અલગ – અલગ ટીમો બનાવી વોન્ટેડને જેલભેગા કરવા પ્રયત્નો હાથ ધરવામા આવ્યા છે. આ દરમ્યાન એલ.સી.બી ટીમને હ્યુમન ઇન્ટેલીજન્સથી બાતમી મળી હતી કે અંક્લેશ્વર શહેર પોલીસ મથકે નોંધાયેલ ડી.પી ચોરીના અલગ – અલગ કુલ -૧૦ ગુનાઓમા છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપી બરકતઅલી કીમ ખાતે આવેલ શિવશક્તિ હોટલ ખાતે આવનાર છે.

 

બાતમીના આધારે એલ.સી.બી ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. કીમ ખાતે આવેલ શિવશક્તિ હોટલ ખાતે પોલીસે વોન્ટેડ આરોપી બરકતઅલી મળી આવતા તેની અટકાયત કરી હતી. આરોપીને તપાસ પુછપરછ અર્થે અંક્લેશ્વર ખાતે લાવવામાં આવ્યો હતો . અંક્લેશ્વર શહેર પોલીસ મથકના ડી.પી ચોરી ના કુલ -૧૦ ગુનાઓમા વોન્ટેડ આરોપી બરકતઅલી હોવાનું સ્પષ્ટ થતા ક્રીમીનલ પ્રોસીજર કોડની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી ધરપકડ કરી આરોપીને વધુ તપાસ અર્થે અંક્લેશ્વર શહેર પો.સ્ટે.મા સોંપવામા આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ ટોળકી દ્વારા ચોરી માટે વીજ પુરવઠો ખોરવી નાખવામાં આવે છે. જરૂરિયાતના સમયે વીજળી ન મળતા ખેડૂતોને ખેતીમાં પણ નુકસાનોનો સામનો કરવો પડતો હોય છે.

 

By.Afzal Pathan

8320979105

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!