અંકલેશ્વર ની યુપીએલ યુનિટ 1 કંપની ના એમસીપી પ્લાન્ટ માં  આગ લાગતા દોડધામ મચી

Date:

Share

6  જેટલા કામદારો ને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા

એક કામદાર ની હાલત ગંભીર

10 જેટલા ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો

કલેક્ટર ,ડીએસપી જીપીસીબી. શહેર પોલીસ ,ફેકટરી ઇન્સ્પેક્ટર કંપની ખાતે દોડી આવ્યા

 

અંકલેશ્વર ની યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1 ના એમસીપી પ્લાન્ટ માં  રસાયણીક પ્રક્રિયા દરમ્યાન પ્રેસર વધી જતા ધડાકા સાથે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી 10 જેટલા ફાયર બ્રિગેડે ભારે  જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ  ઘટના માં 6 જેટલા કામદારો ને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જેમાં એક એક કામદાર ની હાલત ગંભીર જણાતા મુંબઈ ખાતે ખસેડવા ની તજવીજ હાથ ધરી છે.

અંકલેશ્વર ની  યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1 ના એમસીપી પ્લાન્ટ માં રાસાયણીક પ્રક્રિયા દરમ્યાન અચાનક તાપમાન વધવા ના કારણે ધડાકા સાથે આગ ફાટી નીકળતા કામદારો માં નાશભાગ મચી જવા પામી હતી, આગ ના પગલે ધુમાડા ના ગોટેગોટા આકાશ માં ઉડયા હતા અને કંપની સંચાલકો એ તાત્કાલીક ડીપીએમસી ફાયર સ્ટેશન માં જાણ કરતા ફાયર ટેન્ડર સાથે ફાયટરો દોડી આવ્યા હતા જો કે આગ વધુ વિકરાળ બનતા 10 જેટલા ફાયર બ્રિગેડ આવી પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટના માં 6  જેટલા કામદારો ને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ  ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જેમાં એક કામદાર ની હાલત ગંભીર જણાતા કંપની સંચાલકો દ્વારા મુંબઈ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે આ આગ ના પગલે  ભરૂચ કલેકટર તુષાર સુમેરા. એસપી ડો,લીના પાટીલ  અંકલેશ્વર ના નાયબ કલેકટર નૈતિકાબેન પટેલ ,મામલતદાર ,જીપીસીબી ના અધિકારીઓ ,ડીવાયએસપી ,સહીત શહેર પોલીસ નો કાફલો કંપની ખાતે  દોડી આવ્યો હતો ,અને  કલેકટર તુષાર સુમેરા. એસપી ડો,લીના પાટીલ નાયબ કલેકટર નૈતિકાબેન પટેલે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે પહોંચી ઈજાગ્રસ્ત કામદારો ની મુલાકાત લઇ પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો.

 

By. Afzal Pathan


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!