રાહુલ ગાંધી દાહોદમાં નેતાઓ તથા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી ચૂંટણીની સમીક્ષા કરશે
દાહોદ માં કોંગ્રેસ ને મજબૂત કરવા રાહુલ ગાંધી 10 મેએ આદિવાસી અધિકાર સત્યાગ્રહ આવી ચૂંટણી પ્રચારના સાંકેત આપશે
૨૦૨૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીમાં હલચલ શરૂ થઈ ગઈ છે. દાહોદ માં કોંગ્રેસ ને મજબૂત કરવા રાહુલ ગાંધી 10 મેએ આદિવાસી અધિકાર સત્યાગ્રહ આવી ચૂંટણી પ્રચારના કરશે. શહેરના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મેદાન ખાતે આદિવાસી અધિકાર સત્યાગ્રહ જાહેરસભા યોજાશે. દાહોદ જીલ્લમાં કોંગ્રેસના ટીકીટ ઈચ્છુક કેટલાક નેતાઓ રાજકીય હલચલ શરૂ થતી જોવા મળી છે
અગાઉ ગુજરાતના સ્થાપના દિવસે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવનાર હતા જે મોકૂફ રહ્યા બાદ ફરી આયોજન થયું છે. તેઓ આગામી તા. 10મીના રોજ ગુજરાતના દાહોદ ખાતે આદિવાસી અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમમાં હાજરી આપશે 10મેએ યોજાનાર રાહુલ ગાંધી ની જાહેરસભામાં દાહોદ સહિત છોટા ઉદેપુર મહીસાગર ના મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડશે. આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. વધૂમાં સભાનું સંબોધન કરી કોંગી કાર્યકરોમાં જોમ-જુસ્સો ભરશે. રાહુલ ગાંધી ની ખાતે આદિવાસી અધિકાર સત્યાગ્રહ ને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે રાહુલ ગાંધી દાહોદમાં નેતાઓ તથા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી ચૂંટણીની સમીક્ષા કરશે. આગેવાનો સાથે આગામી ચુંટણીમાં ભાજપ સાથે કઇ રીતે ટક્કર આપી મેદાનમાં ઉતરી શકાય તે અંગે ચર્ચા વિચારણા અને યોજના અમલમાં મુકવામાં આવશે ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસ ની ટોપી પહેરી પાર્ટીમાં જોડાય તેવી રાજકીય હલચલ શરૂ થઈ છે.
By. Afzal Pathan