કામના સમાચાર / ફક્ત નાનુ રોકાણ અને દર મહિને મળશે 35 હજાર રૂપિયા, જાણો કેવી રીતે મળશે થશે આવક

Date:

Share

જો તમે પણ ભવિષ્યની ચિંતામાં રૂપિયા કમાવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. ખાસ કરીને આ સ્કીમ માત્ર રિટાયરમેન્ટની પ્લાનિંગ માટે જ શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે SIP થી અલગ તમે SWP એટલે કે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન પર વિચાર કરી શકો છો. જેમાં તમને દર મહિને પેન્શન તરીકે રકમ મળશે. આ અંતર્ગત જો તમે 20 વર્ષ સુધી દર મહિને 5 હજાર રૂપિયાની SIP કરો છો તો તમને દર મહિને 35 હજાર રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે. તેમા રોકાણકાર પોતે નક્કી કરે છે કે તેણે કેટલા સમયમાં કેટલા રૂપિયા ઉપાડવાના છે. SWP હેઠળ તમે તમારા રૂપિયા દૈનિક, વીકલી, મંથલી, ત્રિમાસિક, 6 મહિના અથવા વાર્ષિક ધોરણે ઉપાડી શકો છો.

આ છે કેલ્ક્યુલેશન

  • મંથલી SIP                    5000 રૂપિયા
  • સમય ગાળો                    20 વર્ષ
  • અંદાજિત રિટર્ન               12 ટકા
  • કુલ વેલ્યૂ                        50 લાખ રૂપિયા

શું છે SWP અને તેના ફાયદા શું છે

SWP નો સૌથી મોટો ફાયદો એ છે કે તે રેગ્યુલર ઉપાડ છે. તેના દ્વારા સ્કીમથી યૂનિટોના રિડમ્પશન થાય છે. તેમાં જો નિર્ધારિત સમય પછી વધારાના રૂપિયા હોય, તો તે તમને મળે છે. ઉપરાંત તેમા એ જ ટેક્સ લાગશે, જેમ ઇક્વિટી અને ડેટ ફંડના મામલામાં લાગે છે. તેના હેઠળ જ્યાં હોલ્ડિંગનો સમયગાળો 12 મહિનાથી વધુ ન હોય ત્યાં રોકાણકારોએ શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. તેના હેઠળ જો તમે કોઈપણ યોજનામાં રોકાણ કરી રહ્યાં છો, તો તમે તેમાં SWP વિકલ્પને પણ એક્ટિવ કરી શકો છો.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!