વંથલી તાલુકાના ધણફુલીયા ગામ માં રહેતા જગદીશ સોલંકી પાસે પોતાના ટ્રકના વીમા ફિટનેસ સર્ટી માટે પૈસા ન હતા આથી તેણે તેના ભાઈ ના ટ્રકની નંબર પ્લેટ લગાવી દીધી હતી અને આ અંગે જાણ થતાં વંથલી પોલીસે આ બંને ટ્રકને પકડ્યા હતા અને જગદીશ સોલંકી ને તેના ભાઈ ના ટકના છ હજાર દંડ ફટકારવાની અને અન્ય નંબર પ્લેટ લગાવવા મામલે ગુનો દાખલ કરવા કહ્યું હતું બાદમાં વંથલી પોલીસે જગદીશ સોલંકી ને બીજે દિવસે બોલાવી ટ્રક ભંગારમાં વેચી નાખવા માટે ભંગારીયા અને દલાલો ને બોલાવી ટ્રક 2.20 લાખમાં વેચી નાખ્યો હતો અને તેમાંથી એક લાખનો પોલીસે તોડ કર્યો હતો અને ૧૨ હજાર તેમજ ૬ હજાર દંડ પણ વસુલ લઈ લીધા અને જગદીશ સોલંકી ને ભંગારવાળા એક લાખ ૮ દિવસ બાદ આપ્યા હતા આ મામલે ફરિયાદ થતાં ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી હતી જેના રિપોર્ટના આધારે એસપીએ વંથલીના પોલીસ કર્મી પ્રતાપ શેખવા બળવંત સિંહ પરમાર પ્રતીક ઠાકર દેવાભાઈ ભારાઈ અને જતીન મહેતાને સસ્પેન્ડ કર્યા હતા અને પીએસઆઇ એ.પી ડોડીયા ને લીવ રિઝર્વ માં બદલી કરી હતી અને વંથલી પોલીસ સ્ટેશનનો ચાર્જ અન્ય મહિલા પીએસઆઈને આપ્યો હતો આમ ગરીબ વ્યક્તિ નો ટ્રક ભંગારમાં વેચાવી એક લાખનો તોડ કરી આ મામલે પાંચ પોલીસ કર્મી સસ્પેન્ડ અને ફોજદારની બદલી થવાની બાબતથી પોલીસ બેડામાં ચકચાર વ્યાપી હતી.
Create an account
Welcome! Register for an account
A password will be e-mailed to you.
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
ગરીબ વ્યક્તિ નો ટ્રક ભંગારમાં વેચી નાખી એક લાખના તોડ મામલે વંથલીના પાંચ પોલીસ કર્મી સસ્પેન્ડ ફોજદારની બદલી
Date: