જૂનાગઢના ઝાંઝરડા માં આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી હિરેનભાઈ ભુત ના બે અઢી માસ પૂર્વે બાઇકમાંથી પેટ્રોલ ઓછું થતું હોવાથી સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને તેમાં એક અજાણ્યો શખ્શ આવતાં-જતાં કેમેરામાં જોવા મળ્યો આ શખ્સ ચોથા માળે એક ફ્લેટમાં તેના માલિકની ગેરહાજરીમાં જતો હતો આથી આ ફ્લેટ માલિકને સીસીટીવી બતાવી તેમાં દેખાતા શખ્સ વિશે પૂછતાં તેણે પોતે ઓળખતા ન હોવાનું જણાવ્યું કે બાદમાં તપાસ કરતા આ શખ્સ વેરાવળનો સરકારી વકીલની નીગમ જેઠવા હોવાનું સામે આવ્યું તેને એક મહિલા સાથે સંબંધ હોવાનું સામે આવ્યું હતું બાદમાં મહિલા ના પતિને જાણ કર્યાના ૧૫ દિવસ બાદ હિરેન ભાઈને મુસ્તાક નામના શખ્સનો ફોન આવ્યો અને તારા એપાર્ટમેન્ટમાં કોણ ક્યાં આવે છે તેની બહુ તપાસ કરે છે તો ધ્યાન રાખજે ખોટા કેસમાં સલવાડી દઇશ ને હેરાન કરી દઈશ તેવી ધમકી આપી હતી સરકારી વકીલ નિગમ જેઠવાને આ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલા સાથે સંબંધ હોવાનો ભાંડો ફૂટતા સરકારી વકીલ તેનો મિત્ર વકીલ આબિદ સુમરા, અફઝલ, રફીક અને મુસ્તાક એ મળી હિરેન ભૂત ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને આ ગુનામાં પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરી લીધી છે.
Create an account
Welcome! Register for an account
A password will be e-mailed to you.
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
જૂનાગઢના યુવાન પર ખૂની હુમલા મામલે વેરાવળના સરકારી વકીલ સહિત પાંચની ધરપકડ
Date: