બોડેલી એસટી ડેપોમાંથી માતા લાપતા થતા પુત્ર ચિંતામાં મુકાયો આખરે માતાની પાવાગઢ ખાતે થી ભાળ મળી

Date:

Share

મધ્યપ્રદેશ થી રાજકોટ જવા નીકળેલા મતા પુત્ર બોડલી એસટી ડેપોમાં આવતા પુત્ર નાસ્તો કરવા જતાં માતા વિખૂતી પડતા પુત્ર ચિંતામાં મુકાયો હતો જોકે શોધખોળ બાદ માતા પાવાગઢ ખાતે હોવાનું જાણવા મળતા પુત્ર પાવાગઢ ખાતે ગયો હતો જ્યાં તેની માતા મળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશ ના નિસરપુરા ખાતે થી રાજુ બામણીયા અને તેની માતા લક્ષમી બામણીયા રાજ્યના રાજકોટ ખાતે ખેત મજૂરી કરતા હોય તેઓ આજે રાજકોટ જવા માટે નીકળ્યા હતા ત્યારે રાજુ બામણીયા અને તેની માતા બોડેલી સુધી બસમાં આવ્યા હતા અને રાજકોટ રૂટની બસ ની રાહ જોઈ રહ્યા હતા જ્યારે રાજુ નાસ્તો કરવા એસટી ડેપોની બહાર આવેલ દુકાન પર ગયો હતો અને તે નાસ્તો કરી પરત ડેપોમાં આવતા તેની માતા નજરે ન પડતા એસટી ડેપો તેમજ આસપાસના વિસ્તારોમાં તેની માતાની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેની માતાનો કોઈ પત્તો ન લાગતા રાજુ સતત ચિંતામાં મુકાયો હતો જ્યારે અંગે ની જાણ એસટી વિભગમાં થતા એસ.ટી ડેપો ના કર્મચારીઓ એ પણ સી.સી.ટીવી કુટેજ ચેક કરી યુવકની માતા લક્ષ્મી બામણીયા કયાં ગયા અને કોઇ બસમા બેઠા તેની તપાસ કરી હતી પરંતુ ત્યા કોઇ ચોક્કસ માહિતી ન મળતા યુવાન વધુ ચિંતામાં મુકાઈ ગયો હતો અને તે પાવાગઢ જવા પોહચ્યો હતો જ્યાં શોધખોળ કરતા તેની માતા મળતા તેને જોતા રાજુ રડવા લાગ્યો હતો અને તેમી માતા પણ રાજુને જોતા અશ્રુભરી આંખે પોતાના પુત્રને ભેટી પડી હતી.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!