કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે, અમે 25 વર્ષથી કોંગ્રેસમાં છીએ ત્યારે પ્રદેશના હોદ્દામાં નથી પરંતુ પ્રદેશના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને બનાવવામાં આવ્યા હતા

Date:

Share

હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે ફરીથી કોંગ્રેસને મોટો પડ્યો છે. કોંગ્રેસમાંથી એક પછી એક કાર્યકરો, યુવા નેતાઓ અને ધારસભ્યો રાજીનામાં આપી રહ્યા છે. જેમાં હાર્દિક પટેલના રાજીનામાંની અટકળો ઘણા સમયથી વહેતી થઈ હતી ત્યારે હાર્દિક પટેલે રાજીનામું આપતા ખળભળાટ કોંગ્રેસના રાજકારણમાં જોવા મળ્યો છે.

ત્યારે આ અંગે કોંગ્રેસના ઘારાસભ્ય લલિત કગથરાએ હાર્દિક પટેલના રાજીનામાને લઈને એક ટીવી ચેનલ સમક્ષ વાત કરતા કહ્યું હતું કે, મને સમજાતું નથી કારણો શું હોઈ શકે છે નારાજગીના. 25 વર્ષથી કોંગ્રેસમાં છીએ ત્યારે પ્રદેશના હોદ્દામાં નથી. ત્યારે તેમને પ્રદેશના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને બનાવવામાં આવ્યા હતા. હાર્દિક ભાઈએ 2017માં અનામત આંદોલન કર્યું હતું ખૂબ મોટું આંદોલન હતું. આ અંગેના આંદોલનના કારણે એન્ટી બીજેપી માહોલ ઉભો થયો છે. રાહુલ ગાંધીએ ખુદ હાર્દિક પટેલ સાથે વાત ચીત કરી હતી. અમારા હાઈકમાન્ડ શર્મા સાહેબ, જગદિશ ઠાકોર આ તમામ લોકોએ પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં હાર્દિક પટેલે મન બનાવી લીધું હતું અને તેમને રાજીનામું આપ્યું છે.

 

ઉલ્લેખનીય છે કે, કેટલાક કોંગ્રેસના નેતાઓમાં હાર્દિક પટેલના કોંગ્રેસમાં હોવાને લઈને પણ નારાજગી અગાઉ જોવા મળી હતી ત્યારે આખરે હાર્દિક પટેલે રાજીનામું આપ્યું છે. અગાઉ હાર્દિક પટેલે કેન્દ્રના કોંગ્રેસ નેતા સમક્ષ પોતાની વાત પણ મૂકી હતી.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!