ગુજરાત રાજ્યની તમામ કોર્ટના બિલ્ડીંગ નવા અને અદ્યતન – સુવિધાસભર બનશે

Date:

Share

ગુજરાત રાજ્યની તમામ કોર્ટના બિલ્ડીંગ નવા અને અદ્યતન-સુવિધાસભર બનાવવાની દિશામાં વધુ એક નક્કર પગલું ભરી મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે. રાજ્યની વધુ ત્રણ કોર્ટના બિલ્ડિંગ નવા બનાવવામાં આવશે. જે અંતર્ગત રૂ.17 કરોડના ખર્ચે ઉમરાળા અને સાણંદની તાલુકા કોર્ટ અને રૂ.51.94 કરોડના ખર્ચે ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના બિલ્ડિંગ નવા, અદ્યતન અને સુવિધાસભર બનાવશે.

 

કોર્ટ બિલ્ડિંગમાં કોર્ટ રૂમ, જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સહિતની તમામ જરૂરી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, ભાવનગર ખાતેના ઉમરાળા ખાતે નવી તાલુકા કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટે નાણા વિભાગ દ્વારા કુલ રૂ. 8,25,64000ની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. 2257.00 ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં આકાર લેનાર આ અદ્યતન નવી તાલુકા કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ ગ્રાઉન્ડ + 1 માળનું કરવામાં આવનાર છે. આ કોર્ટ બિલ્ડીંગમાં 2 કોર્ટરૂમની સુવિધા ઉપલબ્ધ થનાર છે.

 

આ કોર્ટરૂમમાં જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી/કોન્ફરન્સ રૂમ, કેન્ટીન, સ્ટોર રૂમ, રેકર્ડ રૂમ, રજીસ્ટ્રાર / એડમીન બ્રાન્ચ તેમજ પાર્કીંગ શેડ, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને ફાયર ફાયટીંગ સિસ્ટમ સહિતની તમામ જરૂરી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થનાર છે. મંત્રીએ કહ્યું કે, સાણંદ અમદાવાદ(ગ્રામ્ય) ખાતે નવી તાલુકા કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટે નાણા વિભાગ દ્વારા કુલ રૂ. 8,72,00,000ની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. 3311.00ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં ઉભી થઈ રહેલી આ નવી તાલુકા કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ ગ્રાઉન્ડ + 2 માળનું કરવામાં આવનાર છે.

 

આ કોર્ટ બિલ્ડીંગમાં 4 કોર્ટ રૂમની સુવિધા ઉપલબ્ધ થનાર છે. આ કોર્ટ બિલ્ડિંગમાં પણ જરૂરી તમામ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી/કોન્ફરન્સ રૂમ, કેન્ટીન, સ્ટોર રૂમ, રેકર્ડ રૂમ, રજીસ્ટ્રાર / એડમીન બ્રાન્ચ તેમજ પાર્કીંગ શેડ, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને ફાયર ફાયટીંગ સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાશે.તેમણે ઉમેર્યું કે, ભાવનગર ખાતે નવી ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટે નાણા વિભાગ દ્વારા કુલ રૂ. 51,94,00,000ની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. 16050.00ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં તૈયાર થઈ રહેલા આ નવી ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ ગ્રાઉન્ડ + 4 માળનું કરવામાં આવનાર છે.

 

આ કોર્ટ બિલ્ડીંગમાં ૨૫ કોર્ટ રૂમની સુવિધા ઉપલબ્ધ થનાર છે. તેમજ જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી/કોન્ફરન્સ રૂમ, કેન્ટીન, સ્ટોર રૂમ, રેકર્ડ રૂમ, રજીસ્ટ્રાર / એડમીન બ્રાન્ચ તેમજ પાર્કીંગ શેડ, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને ફાયર ફાયટીંગ સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ થશે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!