પાટીદાર નરેશની રાજકારણમાં એન્ટ્રીનું રહસ્ય અકબંધ, કોંગ્રેસ સાથે નહીં જોડાઈ

Date:

Share

ખોડલધામના પ્રમુખ અને પાટીદાર સમાજના નેતા નરેશ પટેલ છેલ્લા કેટલાય દિવસથી રાજકારણમાં એન્ટ્રી કરશે કે કેમ તેનું રહસ્ય હજુ અકબંધ જ છે. આજે સવારે રાજકોટ ખાતે તેમના ફાર્મહાઉસે કૉંગેસના નેતા સાથે બેઠક થઇ હતી પરંતુ 10 જ મિનિટમાં આ બેઠક પૂર્ણ થઇ ગઈ હતી અને તે પોતે કોંગ્રેસમાં નહીં જોડાઈ અને સમાજને એક રાખવાનું કાર્ય કરતા રહશે તેમ સૂત્રોની માહિતીથી જાણવા મળ્યું હતું.

 

આજે સવારે જ હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા હતા ત્યારે નરેશ પટેલે પણ કોંગ્રેસમાં ન જોડાતા કોંગ્રેસ પક્ષ માટે વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ફટકો લાગ્યો છે તો બીજી તરફ નરેશ પટેલ કે હાર્દિક પટેલ ભાજપ માં કે આપમાં જોડાશે કે કેમ તે હજુ અનિશ્ચિત છે.

 

આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હોય તેમ દરેક પક્ષ પોતાની રીતે પાટીદાર નેતાને પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફ ભાજપ પણ અંદરખાને નરેશ પટેલને પોતાના પક્ષમાં જોડવાની રાનીનીતિ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તે બાબતે અનિશ્ચિતા છે અને હજુ પણ તેને કોઈ નિર્ણય લીધો નથી. એવી પણ ચર્ચા થઇ રહી છે કે નરેશ પટેલ પોતાના દીકરાને રાજકારણમાં ઉતારશે અને પાછળથી તેને સપોર્ટ પણ કરશે.

 

જો નરેશ પટેલ કોઈ પક્ષ સાથે જોડાઈ તો તેને ખોડલધામ પ્રમુખ તરીકે રાજીનામુ આપવું પડે. હાલ તેને સમાજ એક રહે તેમ જણાવ્યું છે અને હજુ સુધી તેન દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!