ગુજરાત રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં ગુજરાતમાં ખુલેઆમ દારૂની વહેચણી થઇ રહી છે
બુટલેગરોના દારૂના ધંધા બંધ થઈ ગયા હોવાથી બુટલેગરો દારૂનો ધંધો કરવા અનેક નવાનવા નુસ્ખાઓ અપનાવતા હોય છે. સુરત શહેરમાંથી પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સતત પેટ્રોલિંગ કરીને દારૂના અડ્ડાઓ,જુગારધામ ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર નો ઓર્ડર મળવાની સાથે જ શહેરમાં પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર છાપો મારવામાં આવી રહ્યા છે.
સુરત LCBને ચોક્કસ બાતમી મળી હતી કે, સુરતના અડાજણ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થઈ રહી છે. જેથી મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, એક દંપતી ફરવા જવાના નામેં દારૂની હેરાફેરી કરી રહ્યા છે. જેથી પોલીસે બંનેની ધરપકડ કરી છે. આ રીતે સુરત પોલીસે અડાજણ માં દારૂ વેપલાની અનોખી તરકીબનો પર્દાફાશ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, આ દંપતી કારમાં અલગ અલગ ખાના બનાવી દારૂ સંતાડી લાવતા હતા. તેમજ કોઈને લેશમાત્ર પણ ખબર ન પડે તેવી રીતે વાતો કરતા હતા. પરંતુ પોલીસે આ ગુનેગારોને દબોચી લીધા હતા. તેમજ આ દંપતી પાસેથી 62 હજાર નો વિદેશી દારૂ કબ્જે કરાયો છે. આ સંપતિ હાઈફરોફાઇલમા દારૂ ની હેરાફેરી કરતા હતા. હાલ બંનેની ધરપકડ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે..