ગુજરાત રાજ્ય વકફ બોર્ડ તરફથી પીરામણ ગામ ના મસ્જીદ/મદ્રસા ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ ને કથિત ગેરરીતિ નાં આક્ષોપો નો ખુલાશો કરવા નોટીસ અપાઈ

Date:

Share

ગુજરાત રાજ્ય વકફ બોર્ડ તરફથી પીરામણ ગામ ના મસ્જીદ/મદ્રસા ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ ને કથિત ગેરરીતિ નાં આક્ષોપો નો ખુલાશો કરવા નોટીસ અપાઈ

 

અંક્લેશ્વર તાલુકા ના પીરામણ ગામ ના મસ્જીદ/મદ્રસા ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ દ્વારા વકફ થયેલ મિલકતો નો ટ્રસ્ટીઓ દ્વારા જ પોતાના અંગત અને સગા-સબંધીઓ ને ઉપયોગ માટે આપવા માટે વકફ ના કાયદાઓ ના ઉલ્લઘન ના અને ગેરરીતી ના આક્ષોપો ગામ ના જ યુવા આગેવાન દ્વારા કરવામાં આવી હતી જેના અનુસંધાને ગુજરાત રાજ્ય વકફ બોર્ડ તરફથી પીરામણ ગામ ના મસ્જીદ/મદ્રસા ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ ને આ થયેલ આક્ષોપો નો ખુલાશો દિવસ ૧૦ માં કરવા નોટીસ અપાઈ છે. નોટીસ મુજબ કસુરવારો આક્ષેપો પુરવાર થશે તો તેમની સામે વકફ અધિનિયમ -૧૯૯૫ ની કલમ-૭૦ હેઠળ કાર્યવાહી કરવાનું જણાવેલ છે.

 

જેમને નોટીસ અપાઈ છે તેમાં

(૧) શ્રી સરફરાજ યાકુબ મુલ્લા (પ્રમુખ)

(૨) શ્રી ઇમરાન ઈબ્રાહીમ પટેલ. (ટ્રેઝરર)

(૩) શ્રી સબ્બીર સુલેમાન ઉનીયા

(૪) શ્રી હાસીમ સુલેમાન ઉનીયા

(૫) શ્રી સુલેમાન ઈબ્રાહીમ ઉનીયા

(૬) શ્રી યુનુસ મોહમ્મદ લીંબાડા

(૭) અસલમ અહમદ હાટિયા

(૮) શ્રી મોહમ્મદ અહમદ નાનાબાવા

(૯) મોહમ્મદ ઈબ્રાહીમ બીજાભાઈ

(૧૦) મુલ્લા મોહમ્મદ રફીક અબ્બાસ તમામ રેહ.પીરામણ

 

ફરીયાદી શ્રી અનસ નાનાબાવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે “વકફ ની મિલકતો નો ઉપયોગ વકફ ના કાયદાઓ મુજબ ના કરી અંગત અને સગા-સબંધીઓ ને આપવામાં આવે છે. આમ ટ્રસ્ટીઓ દ્વારાજ ટ્રસ્ટ ને વર્ષો થી નાણાકીય નુકસાન કરવામાં આવી રહ્યું છે. ગામના અને ટ્રસ્ટ ના હિત માં મેં રાજ્ય વકફ બોર્ડ ને આ બાબતે તપાસ કરવા લેખિત અરજી આપી હતી. ગામના ગરીબો ને વિદેશ થી જકાત રૂપે દાન જે આગેવાનો/ટ્રસ્ટીઓ દ્વારા વેહ્ચવા માં આવે છે. તે ગરીબો નું શોષણ કરી આગેવાનો દ્વારા ગરીબો ની મજબુરી નો લાભ લઈ તેમની પાસે રાજકીય લાભ લેવામાં આવે છે. વર્ષો થી થતી આ ગેર-રીતી સામે અને આ વગદાર આગેવાનો સામે મેં અવાજ ઉઠાવવા ની હિંમત કરી છે. હજુ અન્ય કોભાંડો યોગ્ય સમયે ઉજાગર કરીશ. આ કેહવાતા આગેવાનો અને તેમના મળતિયા દ્વારા મને અને મારા મિત્રો ને ગર્ભિત ધમકીઓ મળી છે અને આ બાબતે મને કે મારા મિત્રો ને આર્થિક કે શારીરિક નુકશાન ના થાય તે માટે મેં પોલીસ વિભાગ ના ઉચ્ચ હોદ્દેદારો ને લેખિત માં જાણ કરી છે.જેના અનુસંધાને સ્થાનિક કચેરી દ્વારા કાયવાહી કરવામાં આવી છે.

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!