હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી મિત્રો હતા પરંતુ હવે રાજકીય દુશ્મનો બની ગયા છે

Date:

Share

હાર્દિક પટેલે હાલમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ છોડતા ની સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહારો શરૂ કરવાનું શરૂ કર્યું છે. જીગ્નેશ મેવાણી એ પણ આ વાતનો વળતો જવાબ આપ્યો હતો.

 

 

હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી મિત્રો હતા પરંતુ હવે રાજકીય દુશ્મનો બની ગયા છે. બંને સામ સામે આવી ગયા છે. ચૂંટણી આવી ગઈ છે એટલા માટે હવે પક્ષ પલટાની રાજનીતિ ચાલી રહી છે. હાર્દિક પટેલે હાલમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ છોડતા ની સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહારો શરૂ કરવાનું શરૂ કર્યું છે. હાર્દિક પટેલની બીજેપીમાં જોડાવાની આ રણનીતિ પણ માનવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જીગ્નેશ મેવાણી એ પણ તેના પર પ્રહારો કર્યા હતા હાર્દિક અને મેવાણી વચ્ચે શાબ્દિક પ્રહારો થઈ રહ્યા છે હાર્દિક પટેલે કહ્યું કે, બધા સમાજના લોકોને કહું છું કે 2017માં અમારો ઉપયોગ થયો છે અને નિસ્વાર્થ ભાવે અમારા સમાજને ન્યાય આપવા માગતા હતા અમે જેલમાં પણ ગયા 10% અનામત સત્તામાં બેઠેલા લોકો જ આપી છે, ત્યારે તેનો જવાબ આપતા મેવાણી એ કહ્યું હતું કે, મોટું મન રાખીને અનામત આપી છે તેમ સરકારે કોઈ મોટું મન નથી રાખ્યું, પરંતુ પાટીદાર સમાજે ચૌદ યુવાનોમાં ગુમાવ્યા છે. પોલીસે લાકડીના ફટકા થી પ્રહારો કર્યા છે. તમારા પર 32 કેસ કર્યા છે. તમારે ધરણા કરવા પડ્યા છે. પાટીદાર સમાજ પર કોંગ્રેસ પક્ષના તમામ લોકોનો સાથ હતો. સરકારે તમારા પર લકડીના ફટકા માર્યા હતા કોઈ મોટું મન નથી રાખ્યું. તેમ કહી વળતો જવાબ પણ આ મામલે જીગ્નેશ મેવાણી આપ્યો હતો. કોંગ્રેસ પક્ષના યુવા નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા આ બંને યુવાનો હવે સામસામે આવી ગયા છે હાર્દિક પટેલની ભાજપમાં જોડાવાની રણનીતિ તૈયાર થઇ રહી છે ત્યારે કોંગ્રેસ માં જીગ્નેશ મેવાણી છે ત્યારે સામ સામે શાબ્દિક પ્રહારો આગામી સમયમાં પણ જોવા મળશે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!