Exclusive : IAS અધિકારીઓ લોકોની સેવા માટે બને છે કે મેવા ખાવા માટે ?

Date:

Share

અધિકારીઓ મોટી માછલી જ માટે જ અધિકાર બન્યા હોય તેમ મોટા માથા સાથે જ સંપર્કમાં હોય છે

 

ભારતમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. 10 રૂપિયાથી લઇ કોરોડો રૂપિયાની લાંચ લેવામાં આવી રહી છે. ભારતમાં એક પછી એક IAS અધિકારીની ઘરે CBI દ્વારા દરોડા પડતા અબજો રૂપિયા નીકળે છે. સરકારી બાબુઓને જાણે પૈસાની પથારીમાં સૂવું હોય તેમ રૂપિયા નહીં તો કામ નહીંની નીતિથી અપનાવે છે. ગુજરાતના એક અધિકારીને ત્યાં દરોડા પડતા અપ્રમાણસર મિલકત નીકળે છે. એવું કહેવાય છે કે IAS અધિકારી બનવા માટે મેહનત કરવી પડે છે અને આ મેહનત લોકોની સેવા કરતા પોતાને મેવા કેમ મળે તેના માટે વધુ થતી હોય એવું લાગે છે.

 

સરકારી બાબુઓને આપવામાં આવતી સવલત જ ભ્રષ્ટાચારની શરૂઆતનું કારણ છે. એક સામાન્ય કર્મચારી કરતા આવા IAS અધિકારીને મોઢે ચડાવીને જ નુકશાન કર્યું છે. દરેક રાજ્યમાં અધિકારીઓ મોટા કામમાં જ રસ દાખવતા હોય છે અને મોટા કામમાં મોટું કમિશન મળે તે માટે મોટા વ્યક્તિઓ સાથે સતત સંપર્કમાં રહે છે. સરકારનો અધિકારીઓ પર કંટ્રોલ કેમ નથી અને જો કોઈ અધિકારી સરકારની ગુડબુકમાં નામ હોય અને ભ્રષ્ટાચાર કરતો હોય તો ભારતના લોકો માટે અને ભારતના લોકશાહી માટે ખતરનાકરૂપ સાબિત થઇ શકે છે.

 

સરકાર દ્વારા નિયુક્ત થયેલા અધિકારી સમાજના લોક કલ્યાણના કાર્ય માટે પદ પર બેઠા હોય છે નહીં કે પોતાન વ્યક્તિગત સ્વાર્થ માટે. આ અધિકારીઓને સરકાર તરફથી તગડો પગાર મળતો હોવા છતાં પણ પૈસાના મોહમાં સામાન્ય માણસના કાર્ય નજરઅંદાજ કરે છે. ભારતના અધિકારીઓ જાણે એક સેલિબ્રિટી હોય તે રીતે પોતાનું જીવન જીવતા હોય છે. માધ્યમો દ્વાર આવા અધિકારોએને પ્રશ્ન પૂછવાની જગ્યાએ વાહ વાહ કરવામાં જ રસ છે પણ હકીકત એ છે કે આ અધિકારીઓની સાચી વાત લોકો સુધી પહોંચાડવી જોઈએ.

 

હાલ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારતમાંથી બહાર નીકળવાને બદલે વધુ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને જો અધિકારી જ મોટા ભ્રષ્ટ્રાચાર કરશે તો નાના કર્મચારી પાસેથી શું અપેક્ષા રાખવાની. શા માટે સરકારી કર્મચારીની ઓફિસમાં કેમેરા નથી મુકવામાં આવતા અને વાતો રેકોર્ડ કરવામાં નથી આવતી. શું સરકાર ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ ના કરી શકે જેથી અધિકારીઓ પર વોચ રાખી શકાય?


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!