પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી
પંજાબી ગાયનની શૂટિંગ દરમિયાન ખુદને દિલેર ગણાવનારા ગાયક સિદ્ધૂ મૂસેવાલા અસલ જિંદગીમાં પણ દિલેરથી લડ્યો. અંતિમ ક્ષણમાં પણ સિદ્ધૂ મૂસેવાલાએ હત્યારાઓનો સામનો કર્યો હતો. આ વાતનો ખુલાસો સિદ્ધૂ મૂસેવાલાના સાથી અને થાર ગાડીમાં સવનાર તેમના બે નજીકના મિત્રોએ લુધિયાનાના ડીએમસી હોસ્પિટલમાં કર્યો છે. વાત કરવા દરમિયાન બન્નેએ જણાવ્યુ કે સિદ્ધૂ મૂસેવાલાએ પણ આરોપીઓને સામે જોઇને ડરવાની જગ્યાએ પોતાની લાઇસન્સ હથિયારથી ગોળી ચલાવી હતી પરંતુ આરોપીઓની સંખ્યા વધારે હતી અને તેમની પાસે આધુનિક હથિયાર હતા. આરોપીઓએ સિદ્ધૂ મૂસેવાલાની કારને ચારે તરફથી ઘેરી લીધી હતી.
તાબડતોડ ગોળીઓએ ગાડી અને સિદ્ધૂ મૂસેવાલાના શરીરને છેદી નાખ્યો હતો. આ કારણે સિદ્ધૂ મૂસેવાલાનું નિધન થયુ હતુ. શુભદીપ સિંહ ઉર્ફ સિદ્ધૂ મૂસેવાલાના નજીકના મિત્ર ગુરવિંદર સિંહ અને ગુરપ્રીત સિંહની લુધિયાણાના ડીએમસી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગુરવિંદર સિંહ પાછળ બેઠો હતો અને ગુરપ્રીત સિંહ સિદ્ધૂ મૂસેવાલાની બાજુની સીટ પર બેઠો હતો. બન્નેએ જણાવ્યુ કે સિદ્ધૂ મૂસેવાલા સબંધીને ત્યા જતો હતો. ગાડીમાં પાંચ લોકો બેઠવાની જગ્યા નહતી. આ કારણે તેને પોતાના સુરક્ષા કર્મીઓને સાથે બેસાડ્યા નહતા અને બીજી ગાડીમા આવવા કહ્યુ હતુ.
ગુરવિંદર સિંહ અનુસાર જેવા જ તે ગામથી થોડા દૂર પહોચ્યા તો સૌથી પહેલા પાછળથી એક ફાયર થયુ હતુ અને એક ગાડી તેમની થાર આગળ આવીને ઉભી રહી ગઇ હતી. પાછળની ગોળી તેની બાજુમાં લાગી હતી અને તે નીચે ઝુકી ગયો હતો, ત્યારે એક યુવકે તાબડતોડ ફાયર કરતા ગાડીની સામે આવી ગયો હતો. ગુરવિંદર સિંહ અનુસાર મૂસેવાલાએ પણ પોતાની પિસ્ટોલમાંથી બે જવાબી ફાયર કર્યા હતા પણ સામે વાળા હુમલાખોર પાસે ઓટોમેટિક ગન હોવાને કારણે તે સતત ફાયરિંગ કરતો રહ્યો હતો. જેવા જ સિદ્ધૂ મુસેવાલાએ બે ફાયર કર્યા તો હત્યારાએ ત્રણેય તરફથી ફાયરિંગ શરૂ કરી દીધી હતી.
ગુરવિંદરે એમ પણ જણાવ્યુ કે સિદ્ધૂ મૂસેવાલાએ એક વખત ગાડી ભગાડવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તેને ઘેરી લેવામાં આવ્યો હતો. તે ગાડી ભગાડવામાં સફળ થઇ જાત તો તેનો જીવ બચી શકતો હતો. તે બાદ સિદ્ધૂ મૂસેવાલાએ પણ ડર્યા વગર હત્યારાઓનો મુકાબલો કર્યો અને ખુદ પણ ગોળી મારી હતી.