અમદાવાદમાં નશેડી પોલીસકર્મીએ દારુના નશામાં બાઈક પર ચઢાવી કાર ,વાસણામાં ખોડીયાર નગર પાસે પોલીસ જવાને નશાની હાલમાં અકસ્માત કર્યો

Date:

Share

અમદાવાદમાં નશામાં ધૂત પોલીસ જવાને પરિવાર પર કાર ચડાવી દેતા હડકંપ મચ્યો છે. અમદાવાદમાં વાસણામાં ખોડીયાર નગરપાસે આ ઘટના બની છે જ્યા પોલીસ જવાને નશો કરી કાર ચલાવી હતી. નશામાં એટલો ધૂત હતો કે તેણે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. અને બાળક સહિત ત્રણ જણા પર કાર ચડાવી દીધી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત કરનાર ચાલકની કારમાંથી પોલીસની પ્લેટ મળી આવી છે. અકસ્માત કર્યા બાદ પોલીસ જવાન નાસી છુટ્યો હતો.

 

અમદાવાદ પોલીસ ચર્ચામાં રહી હોય તેવો આ પહેલો કિસ્સો નથી અગાઉ આનંદનગર વિસ્તારમાં નશાની હાલતમાં પોલીસકર્મી જોવા મળ્યો હતો કાર સાઇડમાં પાર્ક કરીની પોલીસકર્મી નશાની હાલતમાં ઊંઘતો જોવા મળ્યો હતો. જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયોમાં પોલીસકર્મી સફેદ કલરની ગાડીમાં દારૂની બોટલ સાથે ઊંઘતો ઝડપાયો છે. ગાડીમાં આગળ પોલીસ લખેલી પ્લેટ પણ જોવા મળી હતી. આનંદનગર પોલીસે સમગ્ર મામલે તપાસ કરી હતી. નોધનીય છે કે અમદાવાદ પોલીસ હંમેશા વિવાદમાં રહી છે. થોડા સમય અગાઉ પણ આવો જ વિવાદ સામે આવ્યો હતો જેમાં એરપોર્ટ પરથી ઘરે જઇ રહેલા પરિવારને પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો અને તેની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા આ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો અને કોર્ટ સુધી પહોચ્યો હતો ત્યાર બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!