મતોનું ધ્રુવીકરણ આમ આદમી પાર્ટીથી થાય જ નહીં. ભારતીય જનતા પાર્ટીથી નાગરીકો, વેપારીઓ, બેરોજગાર યુવાન નારાજ છે.

મતોનું ધ્રુવીકરણ આમ આદમી પાર્ટીથી થાય જ નહીં. ભારતીય જનતા પાર્ટીથી નાગરીકો, વેપારીઓ, બેરોજગાર યુવાન નારાજ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે ચૂંટણીમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ નેતાઓ દ્વારા થઈ રહ્યા છે તેવામાં 27 વર્ષથી બે પક્ષ વચ્ચે ચૂંટણીનો મોટો જંગ થતો આવ્યો છે ત્યારે આ વખતે ત્રિ પાંખિયા ચૂંટણી લડાશે. ત્યારે કોંગ્રેસના સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આમ આદમી પાર્ટી અને બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે, આ પહેલા બે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ અને કેશુબાપાનો પણ ત્રીજો પક્ષ ફાવ્યો નહોતો, આપ તો ચિત્રમાં જ નથી અને ભાજપથી લોકો ત્રાહીમામ છે તેમ કહી, કોંગ્રેસ સત્તા પર આવશે તેઓ મત વ્યક્ત કર્યો હતો.

 

સિદ્ધપુર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ચંદનજી ઠાકોર આ સીટ પરથી જીત્યા હતા. તેમની સામે ભાજપ પક્ષથી જય નારાયણ વ્યાસની હાર થઈ હતી. સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં થયેલા સીમાંકનના કારણે આ વિધાનસભામાં કોંગ્રેસ સમર્થિત ગામોનું સિદ્ધપુર વિધાનસભામાં જોડાણ થયું. 

 

જેના કારણે ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસને કારમી હાર મળી હતી. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રસ્તુત છે ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આપ પાર્ટીના આવવાથી શું મતોનું ધ્રુવીકરણ થશે? આ વાતના જવાબમાં કહ્યું કે, મતોનું ધ્રુવીકરણ આમ આદમી પાર્ટીથી થાય જ નહીં. ભારતીય જનતા પાર્ટીથી નાગરીકો, વેપારીઓ, બેરોજગાર યુવાન નારાજ છે. 

 

ગૃહીણીઓને રુ. 1200નો સિલીન્ડર પડે છે. ભાજપથી ત્રસ્ત થયેલી પ્રજા આ વખતે 2022માં કોંગ્રેસના પંજાને પસંદ કરશે અને ગુજરાતની અંદર કોંગ્રેસનું સ્થાપન કરશે એ વિશ્વાસ સાથે કહું છું. તેમ કોંગ્રેસના ધારાસભ્યએ આ વાત કહી હતી. ત્યારે તેમનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી પર પણ તેમણે આકરા પ્રહારો કરતા કહ્યું કે, આપ પાર્ટી ત્રીજા પક્ષ તરીકે ફાવે જ નહીં કોઈ ચિત્રમાં જ આ પાર્ટી નથી ત્યારે ધારાસભ્યોનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.