અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

Date:

Share

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

– મતદારો જોગ લખી કંકોત્રી અને કરી અપીલ ચોક્કસ કરજો મતદાન

– સોશિયલ મીડિયામાં પત્રકારોએ ખાસ રીલ્સ બનાવી મતદારોને સપરિવાર મતદાન કરવા આહવાન કર્યું

અંકલેશ્વર :- ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી ૭ મી મે ના રોજ યોજાનાર ચુંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા પ્રેરિત કરવા વહીવટી તંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓએ જે સામુહિક પ્રયત્નો આદર્યા હતા તેમાં અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલી યોજી હતી.

અંકલેશ્વરના સમસ્ત પત્રકાર સમુદાયે લોકશાહીના આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરતી અનોખી કંકોત્રી પ્રકાશિત કરી તેનુ વિતરણ મતદાર જાગૃતતા રેલી દરમ્યાન કર્યું હતુ.સવારે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં તો સાંજે નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં આ રેલી ફરી હતી જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઉભો કરાયો હતો.રેલીની સાથે સાથે બે સ્થળોએ લોકોને મતદાર માટે પ્રેરિત કરતા સિગ્નેચર કેમપેઈન બોર્ડ મુકાયા હતા જેમાં રહેદારીઓએ ઉત્સાહ ભેર પોતાના હસ્તાક્ષર કરી “હું મત આપીશ મારા પરિવાર સાથે ” એવી અપીલને આત્મસાત કરી હતી. આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સુત્રો સાથેના પ્લે બોર્ડ પણ નિદર્શિત કરાયા હતા તો દિવસ દરમ્યાન સોશિયલ મીડિયામાં મતદાન કરવાની અપીલ સાથેની રીલ્સ વાયરલ કરવામાં આવી હતી.
શહેનાઈની સુરાવલી સાથે આ રેલી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઇ ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી તો કેટલીક સંસ્થાઓએ રેલીનું માર્ગમાં સામૈયુ પણ કર્યું હતુ.

આમતો લગ્નની જાન નીકળે એટલે શહેનાઈ અને સંગીતની સુરાવલી વચ્ચે જાનૈયાઓ ઝૂમી ઉઠતા હોય છે. જોકે આજે અંકલેશ્વરના માર્ગો ઉપર અનોખી જાન નીકળી હતી.અંકલેશ્વરના પત્રકારોએ મતદારોને જાગૃત કરવા જાન સ્વરૂપે મતદાર જાગૃતતા રેલી યોજી હતી.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!