પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનાર પાકિસ્તાનના વિદેશ મંત્રીનું પૂતળું બાળી ભરુચમાં ભાજપે વિરોધ નોંધાવ્યો

Date:

Share

પ્રધાનમંત્રી અને સંઘ સામે અસંસદીય ભાષાના પાકિસ્તાનના વિદેશ મંત્રીના નિવેદનને દેશ વ્યાપી ભાજપના દખાવોમાં ભરૂચ જિલ્લા ભાજપ પણ જોડાયું હતું. ભરૂચ જિલ્લા ભાજપે પાક વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોનું પૂતળું બાળી પાકિસ્તાન હાય હાયના નારા લગાવ્યા હતા.

પાકિસ્તાનના પાક વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી હવે અભદ્રતા પર ઉતરી આવ્‍યા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્‍ત રાષ્‍ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકવાદને લઈને પાકિસ્‍તાનને એવો અરીસો બતાવ્‍યો કે બિલાવલ શિયાવિયા થઈ ગયા.

જયશંકરે કહ્યું કે ઓસામા બિન લાદેનને મહેમાન બનાવનારાઓને સંયુક્‍ત રાષ્‍ટ્રની બેઠકમાં પ્રચાર કરવાનો કોઈ અધિકાર નથી. આનાથી નારાજ ભુટ્ટોએ ન્‍યૂયોર્કમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્‍પણી કરી હતી. હવે બિલાવલની ટિપ્‍પણી પર ભાજપ સહિત હિન્દુસ્તાનનો ગુસ્‍સો ઉકળ્‍યો છે. આજે ભાજપ દેશવ્‍યાપી વિરોધ પ્રદર્શન કરી રહ્યુ છે. પાકિસ્‍તાન અને બિલાવલ ભુટ્ટોના પુતળા બાળવામાં આવી રહ્યા છે.

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આજે બિલાવલ ભુટ્ટોના પૂતળાનું દહન કરી પ્લે કાર્ડ, ભારે સુત્રોચ્ચારો અને નારેબાજી સાથે પાકિસ્તાનની હાય હાય બોલાવી હતી. પાકિસ્તાન અને ભુટ્ટો હિન્દુસ્તાન, પ્રધાનમંત્રીની માફી માંગેની માંગ સાથે પાક નેતાનું પૂતળું ફુક્યા બાદ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટદરિયા, ઋષભ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, નિરલ પટેલ, ફતેસંગ ગોહિલ, ધર્મેશ મિસ્ત્રી, દિપક મિસ્ત્રી, મંત્રી નિશાંત મોદી, શહેર પ્રમુખ પ્રકાશભાઈ પટેલએ આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!