10મી એ વિધાસભા ચૂંટણીને અનુલક્ષીને રાહુલ ગાંધી કરશે બેઠક, તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂનચ

Date:

Share

10 તારીખે તેઓ બપોરે 2 કલાકે તમામ કોંગ્રેસ ધારાસભ્ય સાથે કરશે બેઠક કરશે. વિધાનસભા ચૂંટણી અનુલક્ષીને બેઠકનું આયોજન કરાયું


10મી તારીખના રોજ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વિધાસભા ચૂંટણીને અનુલક્ષીને રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરશે. તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચન કરવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ આગામી બે દિવસમાં યોજવામાં આવી રહ્યો છે. દાહોદ ખાતેના રાહુલ ગાંધીના પ્રવાસને લઈને કોંગ્રેસ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના પ્રવાસને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 10 તારીખે તેઓ બપોરે 2 કલાકે તમામ કોંગ્રેસ ધારાસભ્ય સાથે કરશે બેઠક કરશે. વિધાનસભા ચૂંટણી અનુલક્ષીને બેઠકનું આયોજન કરાયું.

 

રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસને તમામ તૈયારીઓ તેમના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ખાસ કરીને દાહોદમાં રાહુલ ગાંધી જનસભાને સંબોધશે. આદિવાસી અધિકારીતા સત્યાગ્રહની ન્યાય રેલીમાં તેઓ હાજરી આપશે. દાહોદની નવજીવન કોલેજમાં રાહલુ ગાંધી સભાને સંબોધશે.

 

રાહુલ ગાંધીના આ મહત્વના કાર્યક્રમને લઈને પ્રદેશ પ્રમુખ જગદિશ છાકોર, અમિત ચાવડા સહીતના નેતાઓ એ જિલ્લા કક્ષાએ બેઠક કરી હતી અને તેમના આ પ્રવાસ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી. રાહુલ ગાંધીનો આ પ્રવાસ આદિવાસી વિસ્તારમાં યોજાશે જેમાં તેઓ જનસભાને સંબોધિત કરશે.

 

રાહુલ ગાંધીનો 1 મે ના રોજ ગુજરાત પ્રવાસ હતો જે પોસ્ટપોન રહ્યો હતો. વડાપ્રધાનના પ્રવાસ બાદ આગામી 10મેના દિવસે તેમનો પ્રવાસ દાહોદ ખાતે નક્કી કરવામાં આવ્યો છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

જીતાલીના પરપ્રાંતીય યુવાને પત્નીની નજર સામે નર્મદા નદીમાં ઝંપલાવ્યું

અંકલેશ્વર ના જીતાલી ગામ ખાતે રહેતા કે.પી સીંગ તેની...
error: Content is protected !!