તાંત્રિક વિધીથી પૈસાનો વરસાદ કરાવવા માટે સાપ મંગાવનાર સહિત 3 શખ્સોની ધરપકડ કરાઈ

Date:

Share

વલસાડ જિલ્લાના પારડીના ચંદ્રપુર હાઇવે પર પોલીસે પ્રતિબંધિત આંધળી ચાકણ સાપ (સામાન્ય લોકવાયકા મુજબ બે મોઢા વાળો સાપ)ને લઈ જતાં બે બાઇક સવારને પકડી સાપ ખરીદનાર ત્રીજા આરોપીની પણ ધરપકડ કરી ત્રણેયને કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાપ ખરીદનારે તાંત્રિક વિધીથી પૈસાનો વરસાદ કરવા 20 લાખમાં સાપ ખરીદ્યો હોવાની વિગત પોલીસને મળી છે.

 

પારડી ચંદ્રપુર હાઇવે પર પોલીસે હોન્ડા સાઇન મોટર સાયકલ નં.MH48-CD-3340 ને અટકાવી બે સવારની પૂછપરછ કરી બેગમાં તપાસ કરતા પ્લાસ્ટિકની બેગમાં પ્રતિબંધિત આંધળી ચાકણ (બોઆ સ્નેક) સાપ મળી આવ્યો હતો.

 

પ્રાથમિક પૂછપરછ માં આ સાપ તાપીના એક ઇસમને 20 લાખમાં વેંચાણ કર્યો હોય તેને આપવા જતા હોવાની વિગતો મળી હતી. પાંચ કિલો વજન ધરાવતા સાપ સાથે પારડી પોલીસે બંને આરોપીઓ ની અટક કરી સાપનો કબજો પારડી વન વિભાગને સોંપ્યો હતો. જેથી વન વિભાગે બે આરોપી નરેશ જગદીશભાઇ સાગર અને ઋત્વિક પરિચીત વળવીની ધરપકડ કરી હતી.

 

બંનેની પૂછપરછ દરમિયાન પ્રતિબંધિત આંધળી ચાકણ સાપ મહારાષ્ટ્રના મનોર હાઈવેથી અજાણ્યા શખ્સ પાસેથી મેળવી તાપીના ડોલવણ ખાતે રહેતા મોહન જેસભાઈ ચૌધરીને ત્યાં લઈ જતા હતાંં. પોલીસે મોહન ચૌધરીની પણ ધરપકડ કરી ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે કેટલાક તાંત્રિક લોકો આ સાપનો તાંત્રિક વિધિમાં ઉપયોગ કરે છે.

 

આવા સાપ વેંચનાર લાખોમાં તેને વેંચે છે. અને ખરીદનાર લાખોમાં ખરીદે છે. જેમાં 4 કિલો વજનના સાપના 12 અને 5 કિલો વજનના સાપના 20 લાખ રૂપિયા બોલાય છે. આ સાપનું વજન 5 કિલો હોય તેને મોહન ચૌધરીએ 20 લાખમાં ખરીદ્યો હતો. મોહન ચૌધરીએ સાપ મેળવી તાંત્રિક વિદ્યા મારફતે પૈસાનો વરસાદ કરવાનો મનસૂબો સેવ્યો હતો. પોલીસે આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ ? તે અંગે પણ સઘન તપાસ આદરી છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!